Shani Dev: હિન્દુ માન્યતા અનુસાર શનિદેવની કૃપા પ્રાપ્ત કરવી હોય તો શનિવારનો દિવસ સૌથી ઉત્તમ છે. શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત માનવામાં આવે છે. જ્યોતિષ માન્યતા અનુસાર શનિવારના દિવસે કેટલાક ઉપાયો કરવાથી લાભ થાય છે. તેવી જ રીતે જો શનિવારે અચાનક કેટલીક ઘટના બને તો સમજી લેવું કે તમારા પર શનિદેવની કૃપા થઈ છે. આ ઘટના બનવી એ વાતનો પણ સંકેત હોય છે કે તમને હવે સમસ્યાઓથી મુક્તિ મળી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિ કૃપાના સંકેત


આ પણ વાંચો: આ મહિનાના અંતમાં બુધ ગ્રહ મિથુન રાશિમાં થશે ઉદય, 5 રાશિ માટે 27 જૂન પછીનો સમય શુભ


1. શનિવારના દિવસે જો અચાનક તમારી સામે કોઈ ભિખારી આવે અને તમારી પાસે કંઈ માંગે તો સમજી લેજો કે શનિ કૃપા થઈ છે. શનિવારે જો કોઈ વ્યક્તિ સામેથી આવીને કંઈ માંગે તો તેને ખાલી હાથ પરત ન મોકલો. ક્ષમતા અનુસાર તેની મદદ કરવી. 


2. એવું માનવામાં આવે છે કે શનિવારે જો કાગડો અચાનક દેખાય તો તે શુભ છે. કાગડો શનિદેવનું વાહન છે. શનિવારે આ પક્ષીનું સામે આવું શુભ સંકેત છે. 


આ પણ વાંચો: જુલાઈની આ તારીખ નોંધી લેજો, આ ગ્રહના નક્ષત્ર પરિવર્તનથી અચાનક માલામાલ થશે આ 3 રાશિઓ


3. આ સિવાય શનિવારે અચાનક કાળો કૂતરો જોવા મળે તો તે પણ શુભ સંકેત ગણાય છે. તેને રોટલી પર તેલ લગાડીને ખવડાવો. આમ કરવાથી શનિ, રાહુ અને કેતુના દોષથી મુક્તિ મળે છે. 


4. હિન્દુ ધર્મમાં ગાયને પવિત્ર અને પૂજનીય માનવામાં આવી છે શનિવારના દિવસે જો તમને કાળી ગાય દેખાય કે તમારા ઘરની સામે કાળી ગાય આવે તો સમજી લેજો શનિ કૃપા થઈ છે. સામે આવેલી ગાયને પણ રોટલી અને ગોળ ખવડાવવો જોઈએ. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)