Shani Margi 2024: 139 દિવસ પછી શનિ ચાલશે સીધી ચાલ, જાણી લો 12 રાશિઓ પર કેવી થશે અસર
Shani Margi 2024: 15 નવેમ્બર 2024 ના રોજ સાંજે 7 કલાક અને 51 મિનિટે કર્મ ફળના દાતા શનિ કુંભ રાશિમાં માર્ગી થશે. 139 દિવસ પછી શનિ સીધી ચાલ ચાલશે. જેની અસર દરેક રાશિના લોકોને થશે. તો ચાલો તમને જણાવીએ બાર રાશિના લોકોનું જીવન શનિની સીધી ચાલના કારણે કેવી રીતે પ્રભાવિત થશે.
Shani Margi 2024: જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવના ગોચરનું વિશેષ મહત્વ છે. શનિદેવ વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ આપે છે. જ્યારે પણ શનિ પોતાની ચાલ બદલે છે તો તેની અસર રાશિ ચક્રની દરેક રાશિને થાય છે. વૈદિક પંચાંગ અનુસાર 139 દિવસ પછી 15 નવેમ્બરે શનિ ફરીથી કુંભ રાશિમાં માર્ગી થશે. શનિના માર્ગી થવાથી 12 રાશિમાંથી કેટલીક રાશીના લોકોને સકારાત્મક તો કેટલીક રાશિના લોકોને નકારાત્મક પરિણામ ભોગવવા પડશે. તો ચાલો તમને જણાવીએ બાર રાશિઓનું રાશિફળ.
મેષ રાશિ
અટકેલી યોજનાઓને ફરીથી લાગુ કરવા માટે સારો સમય. આવક વધશે. આર્થિક સ્થિતિમાં મજબૂતી આવશે. વેપારીઓને સારી ઓફર મળી શકે છે. નોકરી કરતા લોકોને પણ પ્રમોશન મળે તેવા યોગ.
આ પણ વાંચો: કોઈને ખબર ન પડે એમ ઘરની આ જગ્યાએ કરી દો કાળું ટપકું, દિવસ રાત વધશે ઘરની સમૃદ્ધિ
વૃષભ રાશિ
વેપારીઓનો નફો વધશે. નોકરી કરતા લોકોને ઓફિસમાં નવી જવાબદારી મળશે. કાર્ય સ્થળ પર કામના વખાણ થશે. બાળકોની ચિંતાઓ દૂર થશે. કોર્ટમાં કોઈ મામલો હતો તો તેમાં સફળતા મળશે.
મિથુન રાશિ
વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. વેપાર સંબંધિત યાત્રા લાભદાયક રહેશે. નોકરી કરતા લોકોના અધૂરા કામ પુરા થશે. પ્રમોશન પણ મળી શકે છે.
આ પણ વાંચો:Surya Gochar 2024: ગ્રહોના રાજા બદલશે ચાલ, 5 રાશિઓ માટે સમય સારો, વધશે સમૃદ્ધિ
કર્ક રાશિ
શનિ માર્ગી થતા કર્ક રાશિના લોકોએ સંભાળવું પડશે. સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. જરૂરી કાર્યોમાં બાધા આવી શકે છે. નિર્ણય સમજી વિચારીને લેવા. નહીં તો નુકસાન થઈ શકે છે.
સિંહ રાશિ
લગ્નમાં બાધા આવી શકે છે. પાર્ટનરશીપમાં કોઈ બિઝનેસ શરૂ ન કરવો. મિત્રો અથવા તો સંબંધીઓ સાથે વિવાદ થવાની સંભાવના.ઝઘડા દરમિયાન ગુસ્સા અને જીભ ઉપર કાબુ રાખવો.
કન્યા રાશિ
શનિમાર્ગી થતા કન્યા રાશિના લોકો માટે શુભ સમય. આર્થિક સ્થિતિ મજબૂત થશે. કરજથી ઝડપથી છુટકારો મળશે બીમારીથી છુટકારો મળવાની પણ સંભાવના.
આ પણ વાંચો: 15 નવેમ્બર થી આ 7 રાશિવાળા લોકોનો હશે દબદબો, કુંભ રાશિમાં માર્ગી થશે શનિદેવ
તુલા રાશિ
વિદ્યાર્થીઓ માટે શનિનું માર્ગી થવું શુભ. પરીક્ષામાં સફળતા મળશે. ઉચ્ચ શિક્ષણમાં ઇચ્છિત પરિણામ મળશે. જે લોકો વિદેશ જવા માંગે છે તેમનું સપનું પૂરું થઈ શકે છે. અટકેલા પૈસા પરત મળશે.
વૃશ્ચિક રાશિ
સ્વાસ્થ્ય સંબંધિત ખર્ચા વધી શકે છે. અણધાર્યા ખર્ચ બજેટ બગાડી શકે છે. નોકરી કરતા લોકોને ઓફિસમાં પડકારોનો સામનો કરવો પડશે. વેપારમાં પણ નુકસાન થાય તેવી પ્રબળ સંભાવના.
આ પણ વાંચો: ગુરુ અને શનિની બદલાયેલી ચાલથી 5 રાશિને થશે લાભ, કારકિર્દીમાં સફળ થશે અને બનશે અમીર
ધન રાશી
ધન રાશી ના લોકો ક્રિએટિવ કામ તરફ રુચિ વધારશે. પરિવાર સાથે ધાર્મિક યાત્રા કરવી પડી શકે છે. બિઝનેસ માટે સારો સમય.
મકર રાશિ
આ સમયે રોકાણ કરવાથી ભવિષ્યમાં સારું રિટર્ન મળશે. અટકેલું ધન પરત મળવાની સંભાવના. કોઈ પ્રોપર્ટી ખરીદી શકો છો. ઘરમાં શુભ કે માંગલિક કાર્ય થઈ શકે છે.
કુંભ રાશિ
આર્થિક સ્થિતિ સુધરશે. સ્વાસ્થ્ય સુધરશે. અટકેલું ધન પરત મળશે. કોઈ પ્રોપર્ટી ખરીદવી હોય તો સારો સમય. ભાગીદારીમાં કરેલા વેપારમાં લાભ થશે.
આ પણ વાંચો: 12 વર્ષ પછી મિથુન રાશિમાં બનશે ગજલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિને થશે અણધાર્યો મોટો ધન લાભ
મીન રાશિ
શનિ માર્ગી થતા મીન રાશિના લોકોને અશુભ સમયનો સામનો કરવો પડશે. પૈસાનું નુકસાન થઈ શકે છે. સ્વાસ્થ્ય પણ ખરાબ રહી શકે છે. કાનૂની મામલામાં ફસાઈ શકાય છે. કોઈ મહત્વપૂર્ણ નિર્ણય સમજી વિચારીને લેવો નહીં તો નુકસાન થવું નક્કી છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)