Shani Vakri: જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ ગ્રહની ચાલ બદલે છે ત્યારે વ્યક્તિના જીવન પર પણ તેનો પ્રભાવ પડે છે. શનિની શુભદ્રષ્ટી રંકને પણ રાજા બનાવી શકે છે. પરંતુ શનિની કુદ્રષ્ટિ કોઈ પર હોય તો તેને ભારે નુકસાનનો સામનો પણ કરવો પડે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ જ્યારે વક્રી થાય છે ત્યારે પણ દરેક રાશિ પર તેનો પ્રભાવ જોવા મળે છે. શનિની ચાલમાં આવો ફેરફાર જૂન મહિનામાં થવાનો છે. જૂન મહિનાના અંતે શનિ વક્રી થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ગાયત્રી મંત્રનો જાપ રાત્રે કરાય કે નહીં? જાણો મંત્ર જાપના નિયમ અને ફાયદા


શનિ હાલ કુંભ રાશિમાં ગોચર કરે છે અને કુંભ રાશિમાં જ 29 જૂનથી શનિ વક્રી થશે. શનિની વક્રી ચાલ 15 નવેમ્બર સુધી રહેશે. કુંભ રાશિમાં શનિના વક્રી થવાથી કેટલીક રાશિને ફાયદો થવાનો છે તો કેટલીક રાશિ માટે નવેમ્બર સુધીનો સમય કષ્ટકારી રહેશે. 


વક્રી શનિ આ રાશિઓને કરાવશે લાભ 


આ પણ વાંચો: Budh Gochar: આજથી શરૂ થશે 4 રાશિના લોકો માટે ગોલ્ડન પિરિયડ, દરેક કાર્યમાં મળશે સફળતા


વૃશ્ચિક રાશિ 


આગામી પાંચ મહિના શનિ કુંભ રાશિમાં રહેશે. વૃશ્ચિક રાશિના લોકોને લાભ મળશે. આ સમય દરમિયાન આર્થિક લાભ થઈ શકે છે અને વેપારમાં પણ વધારો થશે. બિઝનેસને વધારવા માટે ઇન્વેસ્ટર મળી શકે છે. કરિયરમાં નવી તકો પ્રાપ્ત થશે. લવ લાઇફમાં ઉતાર ચઢાવ આવી શકે છે.


તુલા રાશિ 


આ રાશિ માટે આગામી પાંચ મહિના ફાયદાકારક સાબિત થશે. આ રાશિના લોકોને કાર્યોમાં સફળતા મળશે. સોસાયટીમાં પદ વધશે. આર્થિક મામલામાં સમજી વિચારીને નિર્ણય કરવો. પૈસા રોકવા માટે સારા ઓપ્શન મળી શકે છે. 


આ પણ વાંચો: 1 જૂને મંગળ કરશે સ્વરાશિ મેષમાં પ્રવેશ, સોનાની જેમ ચમકાવશે આ રાશિઓનું ભાગ્ય


કન્યા રાશિ 


આગામી પાંચ મહિના આ રાશિના લોકો માટે શુભ છે. જીવનમાં સકારાત્મકતા બની રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. વિદ્યાર્થીઓને ખુશખબર મળી શકે છે. પરિવાર સાથે ફરવા જવાનું થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં મજબૂતી આવશે. 


વક્રી શનિ ચાર રાશિ માટે કષ્ટકારી 


આ પણ વાંચો: જૂન મહિનામાં 2 શુભ ગ્રહનો થશે ઉદય, શુભ પ્રભાવના કારણે 1 વર્ષ સુધી 7 રાશિઓ કરશે જલસા


શનિની વક્રી ચાલ ચાર રાશિના લોકો પર ખરાબ અસર પાડી શકે છે. 29 જૂનથી 15 નવેમ્બર સુધી આ રાશિના લોકોને સંભાળીને રહેવાની જરૂર છે. જે રાશિઓ માટે વક્રી શનિ શુભ નથી તે રાશિઓ છે મીન, મકર, કુંભ અને મેષ. આ રાશિના લોકો માટે શનિ કષ્ટદાયક સાબિત થઈ શકે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)