Gayatri Mantra: ગાયત્રી મંત્રનો જાપ રાત્રે કરાય કે નહીં? જાણો મંત્ર જાપના નિયમ અને ફાયદા
Gayatri Mantra: જો માતા ગાયત્રીના આ મંત્રનો રોજ જાપ કરવામાં આવે તો તેનાથી ચમત્કારી ફાયદા થાય છે. ઘણા લોકો ગાયત્રી મંત્રનો જાપ રોજ કરતા પણ હોય છે. સાથે જ કેટલા લોકોના મનમાં એ પ્રશ્ન પણ હોય છે કે ગાયત્રી મંત્રનો જાપ રાત્રે કરવો જોઈએ કે નહીં ?
Trending Photos
Gayatri Mantra: ગાયત્રી મંત્ર માતા ગાયત્રીને સમર્પિત છે. હિન્દુ માન્યતા અનુસાર માં ગાયત્રીની કૃપાથી વ્યક્તિને બુદ્ધિ અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જો માતા ગાયત્રીના આ મંત્રનો રોજ જાપ કરવામાં આવે તો તેનાથી ચમત્કારી ફાયદા થાય છે. ઘણા લોકો ગાયત્રી મંત્રનો જાપ રોજ કરતા પણ હોય છે. સાથે જ કેટલા લોકોના મનમાં એ પ્રશ્ન પણ હોય છે કે ગાયત્રી મંત્રનો જાપ રાત્રે કરવો જોઈએ કે નહીં ? જો તમને પણ આ પ્રશ્ન સતાવતો હોય તો ચાલો તમને જણાવીએ કે ગાયત્રી મંત્રનો જાપ રાત્રે કરાય કે નહીં.
ગાયત્રી મંત્રનો જાપ રાત્રે કરવાના નિયમ
ગાયત્રી મંત્રનો જાપ સૂર્યાસ્ત પછી પણ કરી શકાય છે. પરંતુ રાત્રી ગાયત્રી મંત્રનો જાપ કેટલાક નિયમોનું પાલન કરીને કરવો જોઈએ. રાત્રે ગાયત્રી મંત્રનો જાપ કરવો હોય તો મનમાં જ મંત્ર બોલવો. સાથે જ મંત્ર જાપ કરતી વખતે કૃષ્ણ આસન પર બેસવું . મંત્રી જાપ કરતી વખતે મુખ પૂર્વ અથવા તો પશ્ચિમ તરફ હોવું જોઈએ. ગાયત્રી મંત્ર નો જવાબ તુલસી અથવા તો ચંદનની માળાથી કરવો જોઈએ. સૌથી મહત્વનું છે કે ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ સ્પષ્ટ શબ્દોમાં થવું જોઈએ.
ગાયત્રી મંત્રનો જાપ કરવાથી થતા લાભ
જો કોઈ વ્યક્તિને ઊંઘની સમસ્યા હોય તો તેણે સુતા પહેલા ગાયત્રી મંત્રની એક માળા કરવી જોઈએ. આ સિવાય જો રાત્રે વારંવાર ખરાબ સપનાના કારણે ઊંઘ ઊડી જતી હોય તો પણ સુતા પહેલા ગાયત્રી મંત્રનો જાપ કરવાથી લાભ થાય છે. રાત્રે સુતા પહેલા ગાયત્રી મંત્રનો જાપ કરવાથી સ્ટ્રેસથી પણ મુક્તિ મળે છે.
રાત્રે ગાયત્રી મંત્રનો જાપ કરવાથી વાતાવરણમાં પ્રવેશેલી નકારાત્મકતા સમાપ્ત થાય છે. સાથે જ વ્યક્તિનો ક્રોધ પણ શાંત થાય છે અને મનમાં કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી. ગાયત્રી મંત્રનો નિયમિત જાપ કરવાથી વ્યક્તિમાં ધ્યાનની ક્ષમતા પણ વધે છે.
ગાયત્રી મંત્ર
ॐ ભૂર્ભુવ: સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રયોદયાત્
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે