Shani Vakri 2024: શનિ કુંભ રાશિમાં 29 જુને વક્રી થશે. 29 જુને મધરાતે 12 કલાક અને 29 મિનિટથી શનિ કુંભ રાશિમાં વક્રી અવસ્થામાં ગતિ કરશે. કુંભ રાશિમાં શનિ 15 નવેમ્બર 2024 સુધી વક્રી અવસ્થામાં રહેશે. શનિની વક્રી અવસ્થા પાંચ રાશિઓને નવેમ્બર મહિના સુધી ખૂબ જ લાભ કરાવશે. શનિ કૃપાના કારણે આ પાંચ રાશિના લોકો માટે કારકિર્દીમાં પ્રગતિ, સંપત્તિથી લાભના યોગ પણ બની રહ્યા છે. તો ચાલો તમને જણાવીએ શનિની વક્રી ચાલ કઈ પાંચ રાશિના લોકોનું ભાગ્ય ચમકાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Gud Ke Upay: ચમત્કારી છે ગોળના ટોટકા, કરવાથી લગ્નમાં આવતી બાધા અને ધનની તંગી થશે દુર


મેષ રાશિ 


શનિ 11 માં ભાવમાં વક્રી થવા જઈ રહ્યા છે જેના કારણે આર્થિક લાભ થઈ શકે છે. ભાઈ બહેનોનો સહયોગ મળશે અને સમાજમાં પણ પ્રતિષ્ઠા વધશે. કરિયરમાં પ્રગતિ થશે. મિત્રોનો સહયોગ મળશે. શનિ કૃપાથી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થશે. 


વૃષભ રાશિ 


શનિ દસમા ભાવમાં વક્રી થશે જેના કારણે આવનારો સમય આ રાશિ માટે શુભ ફળદાયી રહેશે. સરકારી કામકાજમાં સફળતા મળવાના પણ યોગ છે. અધિકારી વર્ગનો વિશ્વાસ પ્રાપ્ત કરી શકશો. નવેમ્બર સુધીમાં મોટી સફળતા મળી શકે છે. આવકમાં વધારો થશે અને ધન સંપત્તિ પણ બનશે. 


આ પણ વાંચો: Shani Dev: શનિવારે નજરની સામે અચાનક આવી જાય આ વસ્તુઓ તો સમજવું શનિ દેવ થયા પ્રસન્ન


સિંહ રાશિ 


સિંહ રાશિ માટે પણ શનિની વક્રી અવસ્થા લાભકારી સાબિત થશે. કારકિર્દીમાં અને નાણાકીય સ્થિતિમાં લાભ થશે. જે લોકો પોતાનો વેપાર શરૂ કરવાની ઈચ્છા ધરાવે છે તેમના માટે સારો સમય. શનિ કૃપાથી અટકેલા કામ ફરીથી શરૂ થશે અટકેલું ધન પણ પરત મળશે. 


ધન રાશિ 


ધન રાશિ માટે પણ શનિની વક્રી ચાલ લાભકારક રહેશે. કારકિર્દીમાં સહકર્મીઓની મદદથી સફળતા મળશે. નોકરીમાં પકડ મજબૂત થશે. કાર્યક્ષેત્રમાં લાભ થશે. મહેનતનું ફળ પ્રાપ્ત થશે. 


આ પણ વાંચો: આ મહિનાના અંતમાં બુધ ગ્રહ મિથુન રાશિમાં થશે ઉદય, 5 રાશિ માટે 27 જૂન પછીનો સમય શુભ


મકર રાશિ 


મકર રાશિ માટે પણ વક્રી શનિ શુભ સાબિત થશે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં મજબૂત થશે. વક્રી શનિ ધન લાભ કરાવશે. બચતમાં વૃદ્ધિ થશે. આ સમય દરમિયાન નવી સંપત્તિ ખરીદવાના પણ યોગ છે. આ સમય દરમિયાન તમે લોકોને સરળતાથી પ્રભાવિત કરી શકો છો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)