Gud Ke Upay: ચમત્કારી છે ગોળના આ ટોટકા, કરવાથી લગ્નમાં આવતી બાધા અને પૈસાની તંગી થશે દુર
Gud Ke Upay:રસોઈમાં ઉપયોગમાં આવતો ગોળ કેટલાક ટોટકામાં પણ વપરાય છે. જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલા આ ઉપાયો કરવાથી ધન સંબંધિત સમસ્યા લગ્નમાં આવતી બાધા અને ગ્રહ દોષ પણ દૂર થઈ શકે છે.
Trending Photos
Gud Ke Upay: જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે જે વ્યક્તિના જીવનની નાનામાં નાની સમસ્યા અને મોટામાં મોટી સમસ્યાનું સમાધાન કરી શકે છે. આ ઉપાયો કેટલીક સામાન્ય વસ્તુઓથી જ કરવામાં આવે છે. આવી જ એક વસ્તુ છે ગોળ. રસોઈમાં ઉપયોગમાં આવતો ગોળ કેટલાક ટોટકામાં પણ વપરાય છે. જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલા આ ઉપાયો કરવાથી ધન સંબંધિત સમસ્યા લગ્નમાં આવતી બાધા અને ગ્રહદોષ પણ દૂર થઈ શકે છે. આજે તમને જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલા ગોળના કેટલાક ચમત્કારી ઉપાયો વિશે જણાવીએ. આ ઉપાયો કરીને તમે જીવનમાં આવેલી સમસ્યાઓને દૂર કરી શકો છો.
સૂર્યને મજબૂત કરવાનો ઉપાય
જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્યની સ્થિતિ નબળી હોય તો વ્યક્તિના જીવનમાં સફળતા મળવામાં સમસ્યા નડે છે અને ભાગ્ય પણ સાથ આપતું નથી. આવા લોકોને કારકિર્દી અને વેપારમાં સમસ્યાનો સામનો કરવો પડે છે. જો કુંડળીમાં સૂર્ય નબળો હોય તો રોજ સવારે જાગીને સૌથી પહેલા થોડો ગોળ ખાવો અને પછી પાણી પી લેવું. આ સિવાય રવિવારના દિવસે ઘઉં અને ગોળ સમાન માત્રામાં લઈને મંદિરમાં દાન કરો. સતત આઠ રવિવાર સુધી આ રીતે કરવાથી સૂર્યની સ્થિતિ મજબૂત થશે.
ધન સંબંધિત સમસ્યા દૂર કરવાનો ઉપાય
જો જીવનમાં આર્થિક સમસ્યાઓ હોય તો ગોળનો નાનકડો ટુકડો લઈને લાલ કપડામાં એક સિક્કા સાથે બાંધી દો. હવે આ ગોળને પૂજા દરમિયાન માતા લક્ષ્મીની તસ્વીર કે મૂર્તિ સામે રાખો. માતા લક્ષ્મીની પૂજા આ રીતે સતત પાંચ દિવસ કરો અને પાંચમા દિવસે આ કપડાને તિજોરીમાં રાખી દો.
લગ્નમાં આવતી બાધા દૂર કરવાનો ઉપાય
જો લગ્નની વાતમાં સમસ્યા આવતી હોય અને વિવાહમાં વિલંબ થતો હોય તો ગોળનો આ ઉપાય કરી શકાય છે. તેના માટે દર ગુરુવારે ઘઉંના લોટમાં થોડો ગોળ, હળદર અને ઘી ઉમેરીને લોટ બાંધો. હવે આ લોટ ગાયને ખવડાવો. સતત સાત ગુરુવાર સુધી આવું કરશો તો લગ્નમાં આવતી બાધા દૂર થઈ જશે. આ ઉપાય કરવાથી દાંપત્યજીવનની સમસ્યાઓ પણ દુર થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે