Shaniwar ke Upay: શનિ દેવ જીવનમાં ક્યારેય નહીં કરે પરેશાન, દર શનિવારે કરો આ 4 કામ
Shaniwar ke Upay:શનિ દેવ સંબંધિત કષ્ટ દૂર કરવા હોય અને જીવનમાં પ્રસન્ન રહેવું હોય તો તમે શનિવારે કેટલાક ખાસ ઉપાય કરી શકો છો. દર શનિવારે આ ચાર કામ કરી લેવાથી તમને જીવનમાં શનિ સંબંધિત કષ્ટનો સામનો નહીં કરવો પડે.
Shaniwar ke Upay: શનિદેવ ન્યાયના દેવતા છે. તે વ્યક્તિને કર્મ અનુસાર ફળ આપે છે. શનિદેવને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે પરંતુ તે કોઈને કારણ વિના કષ્ટ આપતા નથી. વ્યક્તિના કર્મ અનુસાર શનિની દશા દરમિયાન તેને ફળ ભોગવવા પડે છે. જો કોઈ વ્યક્તિના કર્મો સારા ન હોય તો શનિદેવ તેનાથી નારાજ રહે છે અને તેનું જીવન કષ્ટથી ભરી દે છે. આવી સ્થિતિમાં જો શનિ દેવ સંબંધિત કષ્ટ દૂર કરવા હોય અને જીવનમાં પ્રસન્ન રહેવું હોય તો તમે શનિવારે કેટલાક ખાસ ઉપાય કરી શકો છો. દર શનિવારે આ ચાર કામ કરી લેવાથી તમને જીવનમાં શનિ સંબંધિત કષ્ટનો સામનો નહીં કરવો પડે.
શનિવારના ચાર અચૂક ઉપાય
આ પણ વાંચો: રાશિફળ 25 નવેમ્બર: આજે કન્યા રાશિના લોકોની વાણીમાં મધુરતા રહેશે, મેષ માટે સારો દિવસ
બજરંગ બલીની આરાધના
શનિ દેવને પ્રસન્ન કરવા માટે શનિવારે બજરંગ બલીની આરાધના કરવી જોઈએ. એક વખત શનિદેવને પીડાથી મુક્ત કરવા હનુમાનજીએ તેમને સરસવનું તેલ ચઢાવ્યું હતું ત્યારે શનિદેવે પ્રસન્ન થઈને કહ્યું હતું કે જે પણ વ્યક્તિ હનુમાનજીની આરાધના કરશે તેને ક્યારેય શનિ સંબંધિત પીડાનો સામનો નહીં કરવો પડે.
મંત્ર જાપ
જ્યોતિષ શાસ્ત્રીઓ અનુસાર શનિ કૃપા પ્રાપ્ત કરવા માટે શનિવારે શનિ ચાલીસા વાંચવી જોઈએ અને શનિ મંત્રનો જાપ કરવો જોઈએ આમ કરવાથી જીવનમાં આવેલી સમસ્યાથી મુક્તિ મળે છે અને સફળતા મળે છે.
આ પણ વાંચો: કાળા જાદુ અને તાંત્રિક વિધિ માટે પ્રખ્યાત છે આ મંદિર, મંદિર સાથે જોડાયેલા છે રહસ્યો
કૂતરાને કરાવો ભોજન
શનિવારે કાળા કૂતરાને ભોજન કરાવવાથી અને તેની સંભાળ લેવાથી શનિ સંબંધિત સમસ્યા દૂર થાય છે.
દાન કરો
શનિવારના દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવાથી પણ લાભ થાય છે. શનિવારના દિવસે તમે કપડા, અડદની દાળ, કાળા તલ, ચણા વગેરેનું દાન કરી શકો છો.
આ પણ વાંચો: Rudraksha: વિજ્ઞાને પણ માન્યું રુદ્રાક્ષ મટાડી શકે છે રોગ, હાર્ટ એટેકનું ટળશે જોખમ
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)