Shaniwar Niyam: હિંદુ ધર્મમાં સપ્તાહના 7 દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત ગણવામાં આવ્યા છે. તેવી રીતે શનિવારનો દિવસ ન્યાયના દેવતા શનિદેવને સમર્પિત છે. શનિદેવ કર્મફળના દાતા છે. તેઓ વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ આપે છે. શનિવારનો દિવસ શનિદેવને પ્રસન્ન કરવાનો પણ શ્રેષ્ઠ દિવસ છે. પરંતુ આ દિવસે જો કેટલીક ભુલ કરવામાં આવે તો શનિદેવ નારાજ પણ થઈ શકે છે. શનિદેવ જો નારાજ થાય તો વ્યક્તિના જીવનમાં ઊથલપાથલ થઈ શકે છે. શનિદેવને તેલ અર્પણ કરી શનિવારે તેમની પૂજા કરવી જોઈએ અને સાથે જ એ વાતનું ધ્યાન પણ રાખવું કે શનિવારે કયા કયા કામ ન કરવા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Guru Uday 2024: 3 જૂનથી સિંહ સહિતની ત્રણ રાશિઓનો બદલાશે સમય, બેઠાબેઠા કમાશે ધન


શનિવારના નિયમ


શાસ્ત્રો અનુસાર શનિવારે કેટલાક કામ કરવા જોઈએ નહીં. શનિવારે જો ભુલથી પણ આ કામ કરવામાં આવે તો તેનાથી શનિદેવ નારાજ થાય છે. આ કામ કરનારને શનિદેવના ક્રોધનો સામનો કરવો પડે છે. તો ચાલો તમને જણાવીએ કે શનિવારે કયા કયા કામ ન કરવા.


શનિવારે ન કરવા આ કામ


આ પણ વાંચો: Shukrawar Upay: વેપારમાં થતા નુકસાનને નફામાં બદલવા શુક્રવારે કરો આ સરળ ઉપાય


- શનિવારના દિવસે માંસ-મદિરાનું સેવન ન કરવું. આમ કરવાથી શનિદેવના ક્રોધનો સામનો કરવો પડે છે. 
- શનિવારે પૂર્વ, દક્ષિણ અને ઈશાન દિશાની યાત્રા કરવાનું ટાળો. આમ કરવાથી સમસ્યાનો સામનો કરવો પડે છે. 
- શનિવારે ભુલથી પણ નબળા કે ગરીબ માણસનું અપમાન ન કરો. કોઈને અપશબ્દો ન કહો. આમ કરવાથી અશુભ ફળ ભોગવવા પડે છે. 
- શનિવારે ક્યારેય વાળ કે નખ કાપવા નહીં. તેનાથી અશુભ પરિણામ ભોગવવું પડે છે. 


આ પણ વાંચો:  Money Upay: સાપની આ વસ્તુ ભાગ્યશાળીને જ મળે, ઘરમાં રાખવાથી રાતોરાત થાય ધન વૃદ્ધિ



- શનિવારે લોઢાની વસ્તુ ખરીદવી જોઈએ નહીં. આ શનિની ધાતુ છે. શનિવારે લોઢું ખરીદવાથી શનિદેવ નારાજ થાય છે. શનિવારે લોઢાનું દાન કરી શકાય છે. 
- શનિવારે સરસવનું તેલ ખરીદવું નહીં. જે વ્યક્તિ આ ભુલ કરે છે તેને જીવનભર સમસ્યાનો સામનો કરવો પડે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)