Shardiya Navratri 2024: નવરાત્રિમાં વાસ્તુના આ 4 નિયમો અનુસાર કરજો પૂજા, દિવસ-રાત રુપિયા ગણવા પડશે એટલી વધશે આવક
Shardiya Navratri 2024: નવરાત્રી દરમિયાન ઘરમાં ઘટસ્થાપન કરીને પૂજા પાઠ કરનારના જન્મ જન્માંતરના પાપ અને સંકટ દૂર થઈ જાય છે. આજે તમને નવરાત્રીમાં પૂજા પાળવાના વાસ્તુ ઉપાયો વિશે જણાવીએ. આ ઉપાયથી જીવનમાં સમૃદ્ધિ એટલી વધે છે કે જેની કલ્પના પણ ન કરી હોય.
Shardiya Navratri 2024: આ વર્ષે 3 ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થઈ રહી છે. નવરાત્રી દરમિયાન ઘરમાં લોકો ગરબાની અને કળશની સ્થાપના કરે છે. નવરાત્રીના નવ દિવસ દેવી દુર્ગાની આરાધના કરવામાં આવે છે. પુરાણોમાં કળશને ભગવાન વિષ્ણુનું પ્રતીક કહેવાય છે. નવરાત્રિના નવ દિવસ વિધિ વિધાનથી કળશ સ્થાપના કરી તેની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. નવરાત્રી દરમિયાન ઘરમાં ઘટસ્થાપન કરીને પૂજા પાઠ કરનારના જન્મ જન્માંતરના પાપ અને સંકટ દૂર થઈ જાય છે. આજે તમને નવરાત્રીમાં પૂજા પાળવાના વાસ્તુ ઉપાયો વિશે જણાવીએ. આ ઉપાયથી જીવનમાં સમૃદ્ધિ એટલી વધે છે કે જેની કલ્પના પણ ન કરી હોય.
આ પણ વાંચો: ભુલથી પણ આ 5 વસ્તુઓ દાનમાં આપવી નહીં, છીનવાઈ જશે સુખ-શાંતિ, પરિવાર આવી જશે રસ્તા પર
નવરાત્રીની પૂજાના વાસ્તુ નિયમ
1. વાસ્તુશાસ્ત્ર અનુસાર નવરાત્રીમાં કળશ સ્થાપના ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં કરવી જોઈએ. આ દિશા દેવી-દેવતાઓની દિશા છે. આ દિશામાં માં દુર્ગાની પ્રતિમા અને કળશ સ્થાપના કરવાથી સકારાત્મક શક્તિનો સંચાર થાય છે.
2. નવરાત્રિના નવ દિવસ દરમિયાન ઘરમાં અખંડ જ્યોત રાખવામાં આવે છે. આજે પૂજા ઘરમાં દક્ષિણ પૂર્વ દિશામાં રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર અખંડ જ્યોત કરવાની આ દિશા સૌથી શુભ છે. અહીં અખંડ જ્યોત રાખવાથી પરિવારના લોકોને સ્વાસ્થ્ય સારું રહે છે અને ઘરમાં ધનનો પ્રવાહ વધે છે.
આ પણ વાંચો: ગુરુ શુક્રની યુતિથી બનશે સમસપ્તક રાજયોગ, 3 રાશિ માટે ખુલશે કુબેરનો ખજાનો
3. નકારાત્મક શક્તિઓને ઘરમાં ઘુસતી અટકાવવી હોય તો નવરાત્રીના પહેલા દિવસે ઘરના મુખ્ય દરવાજા પર ઓમનું ચિન્હ બનાવો.સાથે જ સમૃદ્ધિને આકર્ષવા માટે માતા લક્ષ્મીના ચરણ ચિહ્ન બનાવો. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરશે નહીં અને પરિવારમાં સુખ શાંતિ રહેશે.
આ પણ વાંચો: આ 3 રાશિવાળાઓ માટે ઓક્ટોબર મહિનો શુભ, 4 ગ્રહોના ગોચરથી ધનલાભ સહિતના ફાયદા થશે
4. વાસ્તુશાસ્ત્ર અનુસાર નોકરી કે વેપારને આગળ વધારવા માટે ઘરના કે ઓફિસના મુખ્ય દરવાજાની પાસે નાનો કળશ રાખો. તેમાં ચોખા અને ફૂલ સહિતની સામગ્રી રાખો. માન્યતા છે કે આમ કરવાથી કારકિર્દીમાં સફળતા મળે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)