Astro Tips: ભુલથી પણ આ 5 વસ્તુઓ દાનમાં આપવી નહીં, છીનવાઈ જશે સુખ-શાંતિ, પરિવાર આવી જશે રસ્તા પર

Astro Tips: જીવનનું સૌથી મોટું પુણ્ય કાર્ય દાન છે. દાન કરવાથી લાભ થાય છે પરંતુ કોઈપણ વસ્તુનું દાન કરી શકાતું નથી. દાન સંબંધિત એક નિયમ છે જેનું પાલન કરવું જરૂરી છે. જો આ નિયમનો ભંગ થાય તો વ્યક્તિના જીવનમાં જે સુખ-સમૃદ્ધિ હોય તે પણ છિનવાઈ જાય છે.

Astro Tips: ભુલથી પણ આ 5 વસ્તુઓ દાનમાં આપવી નહીં, છીનવાઈ જશે સુખ-શાંતિ, પરિવાર આવી જશે રસ્તા પર

Astro Tips: હિન્દુ ધર્મ અનુસાર દાન કરવું શુભ છે. માનવામાં આવે છે કે દાન કરવાથી વ્યક્તિને પુણ્ય પ્રાપ્ત થાય છે. કેટલાક ખાસ દિવસોમાં કરેલું દાન વ્યક્તિને મોક્ષ પ્રાપ્તિ કરાવે છે. શાસ્ત્રો અનુસાર દાન કરવાથી પૂર્વમાં કરેલા પાપ પણ નષ્ટ થઈ જાય છે. આ વાતને ધ્યાનમાં રાખીને દરેક વ્યક્તિ યથાશક્તિ દાન કરવાનું રાખે છે. 

દાન કરવાથી લાભ થાય છે પરંતુ કેટલીક વસ્તુઓ એવી પણ છે જેને દાનમાં આપી દેવાથી જીવનમાં જે સુખ-શાંતિ હોય તે પણ છીનવાઈ જાય છે. એટલું જ નહીં વ્યક્તિના જીવનમાં દરિદ્રતા વધવા લાગે છે. તેથી જ દાન કરતા પહેલા કેટલાક નિયમો વિશે જાણવું જરૂરી છે જેથી નુકસાન થી બચી શકાય. આજે તમને 5 એવી વસ્તુ વિશે જણાવીએ જેને દાનમાં આપવાથી પુણ્ય નથી મળતું પરંતુ જીવનમાં સંકટને આમંત્રણ મળે છે. 

કઈ 5 વસ્તુઓ દાનમાં ન આપવી ?

1. હિન્દુ ધર્મ અનુસાર સાવરણીનો સંબંધ ધનના દેવી માં લક્ષ્મી સાથે છે. તેથી જ ક્યારેય કોઈને સાવરણી દાનમાં આપવી નહીં. સાવરણીનું દાન કરવાથી વ્યક્તિના જીવનમાં આર્થિક સમસ્યા વધે છે અને માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. 

2. શાસ્ત્ર અનુસાર વ્યક્તિએ કોઈને સ્ટીલના વાસણ પણ દાનમાં આપવા નહીં. સ્ટીલના વાસણ દાન કરવાથી ઘરની સુખ-શાંતિ પણ જતી રહે છે. તેથી ભૂલથી પણ કોઈને સ્ટીલના વાસણ દાનમાં આપવા નહીં. 

3. કોઈ વ્યક્તિને ક્યારેય ગિફ્ટમાં કે દાનમાં ચાકુ, છરી, કાતર જેવી ધારદાર વસ્તુઓ આપવી નહીં. આવી વસ્તુઓનું દાન કરવાથી સંબંધો ખરાબ થાય છે અને કલેશ વધે છે. 

4. અન્નદાન સૌથી મોટું દાન છે. પરંતુ જો તમે ગરીબ અને ભૂખ્યા લોકોને એવું ભોજન આપો છો જે વધેલું હોય અથવા તો વાસી હોય તો તેનાથી તમારા ઘરમાં દરિદ્રતા વધશે. તેથી હંમેશા તાજુ અન્ન દાનમાં આપવું.

5. ધાર્મિક માન્યતા અનુસાર તેલનું દાન કરવાથી ન્યાયના દેવતા શનિદેવ પ્રસન્ન થાય છે. પરંતુ જો વાપરેલા તેલનું દાન કરવામાં આવે તો જીવનમાં અપાર સમસ્યાઓ આવવા લાગે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news