Shukra Gochar 2024: વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ પોતાના નિશ્ચિત સમય પર રાશિ બદલે છે. આ ક્રમમાં ધનના દાતા શુક્ર 25 ઓગસ્ટ અને રવિવારે કન્યા રાશિમાં ગોચર કરશે. કન્યા રાશિમાં શુક્ર 18 સપ્ટેમ્બર 2024 સુધી ગોચર કરશે. આ સમય દરમિયાન કેટલીક રાશિને વિશેષ લાભ થશે તો કેટલીક રાશિ એવી પણ છે જેમને સાવધાન રહેવું પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Bel Patra: શિવ મંદિરેથી લાવેલું બીલીપત્ર ઘરમાં કઈ જગ્યાએ રાખવું શુભ ? જાણો


ખાસ તો શુક્રના રાશિ પરિવર્તનથી મેષ સહિત ત્રણ રાશિના લોકોના જીવન પર નકારાત્મક અસર જોવા મળી શકે છે. શુક્રના કન્યા રાશિમાં ગોચરથી ત્રણ રાશિના લોકોની આવક પ્રભાવિત થઈ શકે છે સાથે જ સ્વાસ્થ્યને પણ અસર થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ કઈ ત્રણ રાશિના લોકોએ 18 સપ્ટેમ્બર સુધી સાવધાન રહેવું પડશે. 


આ પણ વાંચો: શનિની બદલાયેલી ચાલ કરશે બેહાલ, 15 નવેમ્બર 2024 સુધીનો સમય 3 રાશિઓ માટે અત્યંત ખરાબ


મેષ રાશિ 


જ્યોતિષશાસ્ત્ર અનુસાર મેષ રાશિના લોકોએ વિશેષ રૂપે સાવધાન રહેવું પડશે. કન્યા રાશિમાં શુક્રનો પ્રવેશ શત્રુની સંખ્યા વધારી શકે છે. આ સમય દરમિયાન કાર્યક્ષેત્રમાં પણ નુકસાન થઈ શકે છે તેથી ખાસ સાવધાન રહેવું. આ સમય દરમિયાન જે પણ કામ કરો તેની યોજના ગુપ્ત રાખો. જે લોકો પાર્ટનરશીપમાં બિઝનેસ કરે છે તેઓ પણ આ સમયે સતર્ક રહે. નાની વાત મોટી પણ બની શકે છે તેથી વાદ-વિવાદ ટાળવો. આ સમય દરમિયાન આવક પ્રભાવિત થઈ શકે છે. 


આ પણ વાંચો: ધનના દાતા શુક્ર ગ્રહ બનાવશે માયાવી ગ્રહ સાથે યુતિ, સપ્ટેમ્બર સુધી મોજ કરશે આ રાશિઓ


ધન રાશિ


જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્રનું રાશિ પરિવર્તન સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ધન રાશિ માટે અનુકૂળ નથી. આ સમય દરમિયાન સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. ખાવા પીવાની બાબતમાં ખાસ ધ્યાન રાખવું. 18 સપ્ટેમ્બર સુધીનો સમય નોકરી અને બિઝનેસ માટે પડકારજનક હોઈ શકે છે. આ સમય દરમિયાન જે પણ કામ કરશો તેમાં બાધા આવી શકે છે. ઓફિસમાં સહકર્મિયો સાથે વિવાદ કરવાથી બચવો. 


આ પણ વાંચો: બિઝનેસમાં સફળતા માટે અજમાવો આ વાસ્તુ ટીપ્સ, આવક અને નફામાં જબરદસ્ત વધારો થશે


મીન રાશિ 


શુક્રના ગોચરથી મીન રાશિના લોકોનું લગ્નજીવન પ્રભાવિત થઈ શકે છે. લગ્ન જીવનમાં સમસ્યાઓ વધી શકે છે. તેથી નાની નાની વાતોને 18 સપ્ટેમ્બર સુધી અવગણવી યોગ્ય રહેશે. વિવાદ વધશે તો સમસ્યા પણ વધી જશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ ગોચર શુભ નથી. કોઈ જૂની બીમારી ફરીથી પરેશાન કરી શકે છે. કાર્યક્ષેત્રમાં પણ વધારે મહેનત કરવાની જરૂર પડશે તેમ છતાં ઇચ્છિત સફળતા મેળવવા સંઘર્ષ કરવો પડશે. ઉતાવળમાં કોઈ નિર્ણય કરવો નુકસાનકારક સાબિત થશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)