Navpancham Yog: બસ 2 દિવસ, પછી આ 3 રાશિઓનું ભાગ્ય બદલી જાશે, શુક્ર ગુરુની નવપંચમ દ્રષ્ટિ માલામાલ કરશે
Navpancham Yog: 20 ડિસેમ્બર 2024 થી શુક્ર અને ગુરુની નવપંચમ દ્રષ્ટિથી વિશેષ યોગ બનવા જઈ રહ્યો છે. આ યોગ 3 રાશિના લોકો માટે શુભ સાબિત થશે. આ રાશિઓ જેમની છે તેમના જીવનમાં 20 તારીખથી સકારાત્મક ફેરફાર અને ધન વૃદ્ધિ થતી જોવા મળી શકે છે.
Navpancham Yog: ડિસેમ્બર 2024 ગ્રહોની ગતિવિધિઓનો વિશેષ મહીનો રહેવાનો છે. ધન સંક્રાંતિ શરૂ થયાના 5 દિવસ પછી જ વૈદિક જ્યોતિષ અનુસાર શુભ નવપંચમ યોગ બનવા જઈ રહ્યો છે. આ યોગ બે શુભ ગ્રહના કારણે સર્જાશે. શુક્ર અને ગુરુ 20 ડિસેમ્બરથી નવ પંચમ યોગ બનાવશે. આ બંને ગ્રહો સૌભાગ્ય, ધન, સુખ અને સમૃદ્ધિના દાતા છે. 20 ડિસેમ્બરે આ બંને ગ્રહ નવપંચમ યોગનું નિર્માણ કરશે.
નવપંચમ યોગ જ્યોતિષશાસ્ત્ર અનુસાર અત્યંત શુભ યોગ છે. આ યોગ ત્યારે બને છે જ્યારે બે ગ્રહ એકબીજાથી નવમા અને પાંચમા સ્થાન પર સ્થિત હોય. શુભ ગ્રહ એકબીજાથી 120 અને 240° ની દુરી પર હોય ત્યારે નવપંચમ યોગ બને છે. આ યોગ વ્યક્તિના જીવનમાં સહકારાત્મક પરિવર્તન લાવી શકે છે.
આ પણ વાંચો: Kharmas: ધનારક કમુરતામાં ભુલથી પણ આ 6 ભુલ ન કરવી, માનવામાં આવે છે અત્યંત અશુભ
20 ડિસેમ્બરથી ગુરુ અને શુક્રનો આ યોગ બનવા જઈ રહ્યો છે જે બધી જ રાશિ માટે લાભકારી છે પરંતુ 3 રાશિના લોકોને આ યોગ વિશેષ લાભ કરાવશે. આ 3 રાશિ કઈ છે ચાલો તમને જણાવીએ.
20 ડિસેમ્બરથી પલટી મારશે 3 રાશિઓનું ભાગ્ય
આ પણ વાંચો: 28 ડિસેમ્બરથી સર્જાશે શુક્ર-શનિની મહાયુતિ, 4 રાશિવાળા દિવસ રાત કરશે પ્રગતિ
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકોની નાણાકીય સ્થિતિ મજબૂત થશે. ધન સંબંધિત મામલામાં લાભ થશે. અટકેલું ધન પરત મળી શકે છે. રોકાણ કરવાનું હોય તો આ સમય શુભ. વેપારીઓને લાભ થશે. નોકરી કરતા લોકોને ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે. નોકરીમાં પ્રમોશનના યોગ છે. પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે.
આ પણ વાંચો: રોટલી બનાવતી વખતે પાટલીનો અવાજ ન આવે તેનું રાખવું ધ્યાન, આ ભુલ કરી શકે છે કંગાળ
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે પણ પ્રગતિનો સમય શરૂ થશે. નેતૃત્વની ક્ષમતા અને નિર્ણય લેવાની શક્તિ વધશે. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. શુક્ર ગુરુની નવ પંચમ દૃષ્ટિ પદ વધારી શકે છે. જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને સફળતા મળી શકે છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં લાભ થશે. સરકારી નોકરી મળવાના ચાન્સ વધશે. આવક વધશે. અટકેલું ધન પરત મળી શકે છે.
આ પણ વાંચો: 2025 માં ચાંદીના પાયે ચાલશે શનિ, 3 રાશિને થશે બંપર લાભ, આ તારીખથી પલટી મારશે ભાગ્ય
મીન રાશિ
શુક્ર અને ગુરુની નવ પંચમ દૃષ્ટિ મીન રાશિના લોકોને ધન સંપત્તિમાં બરકત કરાવશે. આર્થિક રીતે શુભ સમય. નવી પ્રોપર્ટીમાં રોકાણના યોગ બને છે. લાંબા સમયથી ચાલતી સમસ્યાઓ સમાપ્ત થશે. મેરીડ લાઈફમાં મધુરતા વધશે. લવ લાઇફ સુધરશે. જૂની બીમારીઓથી રાહત મળવાની સંભાવના.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)