Shukra Gochar 2024: જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્ર ગ્રહ શુભ ગ્રહ છે. શુક્ર જીવનમાં ધન વૈભવ ઐશ્વર્ય આકર્ષણ ભૌતિક સુખ અને લક્ઝરી લાઇફ આપે છે. શુક્ર ભોગવિલાસ અને કામસુખનો કારક ગ્રહ છે. જ્યારે શુક્ર રાશિ કે નક્ષત્ર બદલે છે તો વ્યક્તિના જીવનના આ બધા જ મહત્વના ક્ષેત્ર પ્રભાવિત થાય છે. 29 નવેમ્બર 2024 અને શુક્રવારે શુક્ર નક્ષત્ર પરિવર્તન કરી પોતાની ચાલ બદલશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રેમ આકર્ષણ અને સૌંદર્યનો સ્વામી શુક્ર પૂર્વાષાઢા નક્ષત્રમાં ગોચર કરી રહ્યા છે. હવે 29 નવેમ્બર અને શુક્રવારે આ નક્ષત્રમાંથી નીકળી ઉત્તરાષાઢા નક્ષત્રમાં ગોચર કરશે. આ નક્ષત્રનો સ્વામી ગ્રહ સૂર્ય છે. શુક્રનો સૂર્યના નક્ષત્રમાં પ્રવેશ ત્રણ રાશિના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. આ ત્રણ રાશિ કઈ છે ચાલો તમને જણાવીએ. 


આ પણ વાંચો: લક્ષ્મીજીને પ્રિય છે આ રાશિઓ, તિજોરી હંમેશા ધનથી ભરેલી રહે, દાન-પુણ્યમાં પણ આગળ હોય


વૃષભ રાશિ 


વૃષભ રાશિ માટે શુક્રનુ ગોચર શુભ છે. આસપાસના લોકો સાથે સારો તાલમેલ રહેશે. માનસિક રીતે શાંત અને સ્થિર અનુભવ થશે. નોકરીમાં નવું પદ કે પ્રમોશન મળી શકે છે. જો નોકરી શોધી રહ્યા હતા તો આ સમયે દરમિયાન સફળતા મળી શકે છે. તમારા કૌશલ ને ઓળખ મળશે. વેપારમાં લાભ થશે. નવા ગ્રાહક બનશે અને  તમારી સાથે જોડાયેલા રહેશે. આવકમાં વૃદ્ધિ થશે. અચાનક ધન લાભ થઈ શકે છે. લવ લાઈફ સારી રહેશે. 


આ પણ વાંચો: 4 ડિસેમ્બરથી આ રાશિઓની ચાંદી જ ચાંદી, સૂર્ય-શનિની કેન્દ્ર દ્રષ્ટિ કરી દેશે માલામાલ


તુલા રાશિ 


તુલા રાશિના લોકો માટે શુક્રનું ઉત્તરા સાથે નક્ષત્રમાં ગોચર શુભ છે. આ રાશિના લોકો માનસિક રીતે મજબૂત થશે. વ્યક્તિત્વમાં આકર્ષણ વધશે. લોકોને પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળતા મળશે. નોકરીમાં સફળતા મળશે. માન સન્માન વધશે. વેપારમાં વૃદ્ધિ થશે. રોકાણથી સારો લાભ થઈ શકે છે. આર્થિક રીતે મજબૂતી આવશે. પારિવારિક જીવન સુખમય રહેશે. 


આ પણ વાંચો: દરિદ્રતાનો કાળ છે તુલસીના માંજરનો આ ઉપાય, કરવાથી સૂર્યની જેમ ચમકશે તમારું ભાગ્ય


મીન રાશિ 


શુક્રનું ગોચર મીન રાશિ માટે પણ શુભ છે. પ્રિયજનો સાથે સારો સમય પસાર થશે. નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે. નોકરી બદલવા ઇચ્છતા લોકોને સારી તક મળી શકે છે. જબરદસ્ત ધન લાભ થશે. આવકમાં વૃદ્ધિ થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. લવ લાઇફમાં રોમાન્સ વધશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)