Tulsi ke Upay: દરિદ્રતાનો કાળ છે તુલસીના માંજરનો આ ઉપાય, કરવાથી સૂર્યની જેમ ચમકશે તમારું ભાગ્ય

Tulsi ke Upay: જો તમારા જીવનમાં પણ આર્થિક તંગી ચાલી રહી હોય અને તમે આ સ્થિતિને બદલવા માંગતા હોય તો આજે તમને તુલસીના માંજરના ત્રણ ચમત્કારી ઉપાય જણાવીએ. આ ત્રણમાંથી કોઈ એક ઉપાય પણ કરશો તો સૂર્યની જેમ તમારું ભાગ્ય ચમકી જશે.

Tulsi ke Upay: દરિદ્રતાનો કાળ છે તુલસીના માંજરનો આ ઉપાય, કરવાથી સૂર્યની જેમ ચમકશે તમારું ભાગ્ય

Tulsi ke Upay: તુલસીજીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. કહેવાય છે કે જે ઘરના આંગણામાં તુલસીનો છોડ હોય ત્યાં ક્યારેય ધનની ખામી સર્જાતી નથી. જોકે માત્ર તુલસી જ નહીં તુલસીના માંજર પણ ચમત્કારી લાભ કરી શકે છે. માન્યતા છે કે જો તમે તુલસીના માંજર સંબંધિત કેટલાક ઉપાય કરો છો તો આર્થિક લાભ મળવાની શરૂઆત થઈ જાય છે. જો ઘરમાં બીમારી પણ હોય તો તે દૂર થઈ જાય છે. આજે તમને તુલસીના માંજરના આવા જ કેટલાક ચમત્કારી ઉપાય વિશે જણાવીએ. 

તુલસીના માંજરના ચમત્કારી ઉપાય 

1. તુલસીમાં જ્યારે માંજર આવે તો તેનો એક ગુચ્છો તોડીને પૈસા રાખતા હોય તે બેગમાં અથવા તો તે જગ્યામાં રાખી દો. જીવનમાં ક્યારેય આર્થિક સમસ્યાનો સામનો નહીં કરવો પડે. 

2. જો અચાનક તમારા પર કરજ વધવા લાગે અને આવક કરતા ખર્ચા વધી જતા હોય જેના કારણે ઘરમાં પૈસા ટકતા ન હોય તો. તુલસીના માંજર ને લાલ કપડામાં બાંધીને ઘરના મંદિરમાં રાખી દો. તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગશે. 

3. જો ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર રહેતી હોય અને જરૂરી કામ અટકી જતા હોય તો તુલસીના માનસર તોડી ભગવાન વિષ્ણુને અર્પણ કરો. આમ કરવાથી વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે અને જીવનમાં આવેલી સમસ્યાઓ દૂર થઈ જાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news