Shukra Gochar 2023: જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્ર ગ્રહ ભૌતિક સુખ, પ્રેમ અને સૌંદર્યનો કાર્યક્રમ રહે છે. શુક્રનું રાશિ પરિવર્તન વ્યક્તિની આર્થિક સ્થિતિ, ભૌતિક સુખ અને લગ્ન જીવનને અસર કરે છે. કુંડલીમાં જ્યારે શુક્ર ગ્રહ મજબૂત હોય તો વ્યક્તિ રાજા જેવી સુખ સુવિધા ભોગવે છે. વ્યક્તિને સમાજમાં માન સન્માન મળે છે, અંગત જીવનમાં પ્રેમ વધે છે અને ઐશ્વર્યથી ભરપૂર જીવન જીવે છે. આવો જ સમય હવે ત્રણ રાશિના લોકો માટે શરૂ થવાનો છે. 7 જુલાઈ 2023 અને શુક્રવારે શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન થયું છે. શુક્ર ગ્રહ સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે. શુક્રના રાશિ પરિવર્તનથી ત્રણ રાશિના લોકોને 7 ઓગસ્ટ સુધી ધન, પદ, સન્માન, પ્રેમ બધું જ પ્રાપ્ત થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


એક મહિના સુધી બે હાથે રુપિયા ભેગા કરશે આ રાશિના લોકો, રોકાણથી થશે જબરદસ્ત ફાયદો


7 જુલાઈથી સિંહ રાશિમાં સર્જાશે મંગળ અને શુક્રની યુતિ, મિથુન સહિત આ 4 રાશિઓને થશે લાભ


અદાણી-અંબાણી જેવા ધન કુબેર બનવું હોય માતા લક્ષ્મીના આ 108 નામનો નિયમિત કરો જાપ



વૃષભ રાશિ 


વૃષભ રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે અને શુક્રનું રાશિ પરિવર્તન આ રાશિના લોકોને ઘણો લાભ કરાવશે. દરેક કામમાં ભાગ્ય તમારો સાથ આપશે. પરિવારમાં ખુશીઓ આવશે. તમે નવું ઘર અને કાર ખરીદી શકો છો. પૈતૃક સંપત્તિ સંબંધિત કોઈ કામ પુરું થઈ શકે છે. આવકમાં વધારો થશે, નવા સ્ત્રોતથી ધન લાભ થશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે, સમસ્યાઓ દૂર થશે. તમને લવ પાર્ટનર અથવા લાઈફ પાર્ટનર મળી શકે છે.



કર્ક રાશિ 


શુક્રનું ગોચર કર્ક રાશિના જાતકોને લાભ આપશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આવકમાં વધારો થશે. આવકના નવા સ્ત્રોત બનશે. અટકેલા પૈસા મળી શકે છે. જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે. તેમને સફળતા મળી શકે છે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થવાથી તમારું કાર્ય પૂર્ણ થશે. જીવનમાં ખુશીઓ વધશે.



કન્યા રાશિ 


શુક્રનું રાશિ પરિવર્તન કન્યા રાશિના લોકોને ખૂબ જ શુભ ફળ આપશે. તમારા ઘરમાં એક પછી એક ખુશીઓ આવશે. તમે તહેવારોની મોસમનો આનંદ માણશો. વિદેશથી ધન લાભ થશે. વેપાર ધંધો સારો ચાલશે. નોકરીમાં પણ લાભ થશે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. ચિંતામાં તમને મોટી રાહત મળશે. તમે વિદેશ પ્રવાસ પર પણ જઈ શકો છો.



(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)