રસ્તા પર પડેલા પૈસા મળવા એક મોટી વાતનો આપે છે સંકેત, તેને ઉપાડ્યા પછી આ ભૂલ ન કરતા
fallen amount of money : નીચે પડેલા રૂપિયા કે સિક્કા મળે તેના આપણા જીવન સાથે શુભ અને અશુભના તાર જોડાયેલા છે... શુકન શાસ્ત્રમાં છે તેનો ઉપાય
Shukan Shashtra : તમને હંમેશા રસ્તા પર ચાલતા ચાલતા ક્યારેક નીચે પડેલા રૂપિયા મળ્યા હશે. કેટલાક લોકોના મનમાં એવા વિચારો આવે છે કે આ રૂપિયા ઉંચકવા શુભ કહેવાય કે અશુભ. તો શાસ્ત્રોમાં લખેલો તેનો જવાબ જાણી લઈએ.
શાસ્ત્રોમાં રસ્તા પર પડેલા રૂપિયા કે સિક્કા મળવા શુ કહેવાય તેનો જવાબ છે. સામાન્ય રીતે એવી માન્યતા છે કે, નીચે પડેલા રૂપિયા મળવા મતલબ કે તમારા જીવનમાં કંઈક નવુ થશે. તમારા જીવનમાં કંઈક બદલાવ આવશે. પરંતું શાસ્ત્રો અનુસાર, જો તમને રસ્તા પર એક રૂપિયાનો સિક્કો પડેલ મળે છે તો તેનો મતલબ એ કે તમે જલ્દી જ કંઈ નવુ કામ શરૂ કરી શકો છો. તેની સાથે જ તમે એક રૂપિયાના સિક્કાને સારી રીતે સાફ કરીને તમારા ઘરની મંદિરમાં રાખી દેવો. આવુ કરવાથી તમને ક્યારેય આર્થિક તંગીનો સામનો નહિ કરવો પડે.
આગામી 24 કલાક ગુજરાત માટે ભારે, સપ્ટેમ્બરના આ 7 દિવસમાં ભારે વરસાદની આગાહી
રસ્તા પર 10 રૂપિયાની નોટ મળવી
જો તમને રસ્તા પર ચાલતા ચાલતા 10 રૂપિયાની નોટ મળે છે તો તેનો સંકેત એ થયો કે તમે જિંદગીમાં કોઈ પણ નિર્ણય લઈ શકો છો. રસ્તા પર નોટ મળવાનો મતલબ એ થયો કે, તમને તમારા પર પૂરતો ભરોસો છે.
મળેલા પૈસાનું શું કરવું
શકુન શાસ્ત્ર અનુસાર, જો તમને ઓફિસ જતા સમયે નીચે પડેલા પૈસા મળે છે તો તમે તેને ઓફિસમાં કામ કરવાની જગ્યા પર રાખો. આવુ કરવાથી તમારા કામમાં એકાગ્રતા વધશે. આ સાથે જ તમારા જીવનમાં સફળ થવાનો રસ્તો આપોઆપ ખૂલશે.
કેનેડા ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, રહેવા માટે ફાંફા મારવા પડી રહ્યાં છે
ઘરની તિજોરીમાં રાખવાની ભૂલ ન કરતા
શકુન શાસ્ત્ર અનુસાર, નીચે પડેલા રૂપિયાને ક્યારેય ઘરની તિજોરીમાં ન રાખવો જોઈએ. તમે તેન તમારા પર્સમાં રાખી શકો છો, પરંતું કહેવાય છએ કે, નીચે પડેલા રૂપિયા મળવા પર તેને કોઈને દાનમાં પણ ન આપવા અને ન તો તેનો ખર્ચ કરવો જોઈએ.