First Jyotirlinga in Hinduism: ગુજરાતના પ્રભાસ પાટણ સ્થિત આવેલ સોમનાથ મંદિર પ્રથમ જ્યોર્તિલિંગ કહેવાય છે. હિન્દુ ધર્મમાં શિવપુરાણમાં આ મંદિરની વિશેષતાનો મહિમા લખાયેલો છે. આ જ્યોર્તિલિંગના દર્શન માટે રોજ લાખો ભક્તો આવતા હોય છે, અને ધન્યતા અનુભવતા હોય છે. પરંતુ અહી આવનાર બહુ ઓછા ભક્તો જાણતા હોય છે કે, સોમનાથના કિનારે મંદિરના દક્ષિણ ભાગમાં એક એવો સ્તંભ છે, જે રહસ્યોથી ભરેલો છે. જેનો ઉલ્લેખ છેક છઠ્ઠી શતાબ્દીમાં છે. જાણકારો તેને દિશાદર્શક સ્તંભ ગણાવે છે. જેનુ મોઢુ સમુદ્ર તરફ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત પ્રાચીન કાળથી જ કલા સંસ્કૃતિ અને વિજ્ઞાનથી ભરેલો દેશ છે. આપણી ધાર્મિક બાબતોમાં વિજ્ઞાન છુપાયેલું છે. આપણા તહેવારો, મંદિરો, ઈતિહાસમાં જગ્યા જગ્યાએ ધર્મની સાથે વિજ્ઞાનનું મહત્વ જોવા મળે છે. જે બતાવે છે કે, આપણા પૂર્વજો કેટલા દૂરંદેશી હતા. સોમનાથની ભવ્યતા પણ તેમાંની એક છે. અનેકવાર તૂટેલુ અને લૂંટાયેલુ આ મંદિર જેટલુ ભવ્ય છે, તેટલુ જ રહસ્યોથી ભરેલું છે. પાનખર બાદ જેમ વસંત આવે છે, તેમ અનેકવાર લૂંટાયા બાદ મંદિરની ભવ્યતા સોળે કલાએ ખીલી ઉઠી છે.



પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવનું મંદિર દેશ વિદેશના ભક્તો માટે પરમ દર્શનીય સ્થાન છે. સોમનાથ આવનારા ભક્તો જ્યારે મંદિરની અંદર પ્રવેશ કરે છે ત્યારે સોમનાથ મહાદેવની દિવ્ય શાંતિનો અનુભવ થાય છે. સાથે જ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ એલ સર્ક્યુલેશન વ્યવસ્થાને કારણે ભક્તો અહીં અદ્વિતીય શીતળતા પણ પ્રાપ્ત કરે છે. સોમનાથ મંદિરના સ્થાપત્ય અને વિજ્ઞાનના દબાણના ભૌતિક નિયમોનો કુશળતા પૂર્વક ઉપયોગ કરીને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કંપ્રેસ એર કુલીંગ સિસ્ટમ ઉભી કરાઈ છે. જેથી સોમનાથ મંદિરની બહાર ભલે ગમે તેટલું તાપમાન હોય, પરંતું બહારના તાપમાન કરતા અંદર મંદિરનું તાપમાન સાત ડિગ્રી જેટલું નીચું લાવવામાં સફળતા મળી છે. સાથે જ મંદિરના તમામ નિકાસ દ્વાર પર એર કરટેન દ્વારા અંદરની હવા બહાર ન જાય અને શીતળ વાતાવરણ બન્યું રહે તે પણ આયોજન કરવામાં આવ્યું છે.


ધોમ-ધખતા ઉનાળા વચ્ચે પણ સોમનાથ મંદિરમાં યાત્રીઓને પરમ શીતળતાનો અનુભવ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કામ કરતું સોમનાથ ટ્રસ્ટ પર્યાવરણની માવજત કરવાની સાથે મંદિરમાં ઠંડક પ્રસરાવી રહ્યું છે. સોમનાથ ટ્રસ્ટની કંપ્રેસ એર કુલીંગ સિસ્ટમ દ્વારા બહારના તાપમાનથી મંદિરનુ તાપમામ 6 થી 7 ડિગ્રી ઠંડુ રહે છે. વાતાવરણમાં દૂષિત વાયુ છોડનાર AC નહિ, પરંતુ વિજ્ઞાનના નિયમોના ઉત્તમ ઉપયોગથી કંપ્રેસ એર કુલીંગ સિસ્ટમ મંદિરને ઠંડુ કરે છે. કાળઝાળ ગરમીમાં શીતળતા આપતા સોમનાથ મંદિરમાંથી બહાર નીકળવાની ભક્તોને ઈચ્છા નથી થતી. 



બહુ ઓછા લોકો જાણે છે, સોમનાથના પરિસરમાં એક સ્તંભ પણ છે. જેને બાણ સ્તંભ કહેવામાં આવે છે. ઈતિહાસકારોના અનુસાર, તેનુ નિર્માણ છઠ્ઠી સદીમાં થયુ હોવાનુ કહેવાય છે. તો કેટલાક કહે છે કે, તે તેના કરતા પણ જૂનો છે, બસ તેને છઠ્ઠી સદીમાં જીર્ણોદ્વાર કરાયો હતો. આ સ્તંભ ખાસ વિશેષતા ધરાવે છે. કારણ કે, તે સમુદ્ર તરફ જવાનો માર્ગ બતાવે છે. જોકે, સોમનાથ તો દરિયા પાસે છે તો પછી સમુદ્ર તરફ જવાનો માર્ગ એટલે કેવો તેવો સવાલ તમને પણ થશે. પરંતુ તમને જણાવી દઈએ કે, તે સમુદ્ર તરફ જવાનો એવો માર્ગ બતાવે છે જેમાં વચ્ચે કોઈ અવરોધ નથી. એટલે કે જમીની અવરોધ નહિ આવે. અહીંથી વગર કોઈ અવરોધ સીધા દક્ષિણ ધ્રુવ પહોંચી શકાય છે.


આ સ્તંભ પર સંસ્કૃતમાં ‘આસમુદ્રાનન્ત દક્ષિણધ્રુવ પર્યન્ત અબાધિત જ્યોર્તિમાર્ગ’ લખાયેલુ છે. જેનો અર્થ થાય છે, સમુદ્રના અંતર પર સ્થિત દક્ષિણ ધ્રુવ સુધી જવાનો અબાધિત માર્ગ. અનેક લોકોએ આ મામલે રિસર્ચ કર્યું, જેમાં સંસ્કૃતમાં લખાયેલો શ્લોક શબ્દશ સાચો છે. દરેક ભારતીય માટે આ ગર્વ કરવાની બાબત છે, છતા આશ્ચર્યચકિત બાબત છે કે, સદીઓ વર્ષો પહેલા આપણા પૂર્વજોને પૃથ્વીનુ કેટલુ જ્ઞાન હતું. ત્યારે કોઈ ટેકનોલોજી ન હતી, કોઈ જીપીએસ ન હતું, વિજ્ઞાન પણ આધુનિક ન હતું, છતાં આપણા પૂર્વજોએ સૂક્ષ્મ સ્તરે અભ્યાસ કરીને આ જાણ્યું, અને તેનો ઉલ્લેખ એક એવા મંદિરમા કર્યો જ્યાં શ્રદ્ધાળુઓ, વટેમાર્ગુઓ આવતા. 



કેવી રીતે આપણા પૂર્વજોએ જાણ્યુ હશે કે, સોમનાથના દરિયાથી સીધા નીકળતા વચ્ચે માર્ગમાં કોઈ ભૂખંડ (જમીનનો ટુકડો) નહિ આવે, અને પૃથ્વી દક્ષિણ ધ્રુવ અને ઉત્તરી ધ્રુવમાં વહેંચાયેલી છે. આ એક પ્રકારનું નૌકા જ્ઞાન છે, જે આપણા પૂવર્જોને હતું. પ્રાચીન ભારતીયો વેપાર કરવામાં માહેર હતા. તો અનેક વિદેશી વેપારીઓ ભારતમાં વેપાર કરવા આવતા હતા. ત્યારે આ બાણસ્તંભ તેમને ઉપયોગી સાબિત થતો. 


આ પણ વાંચો:
ભારત નજીક પહોંચ્યું બિપોરજોય વાવાઝોડું, સૌથી વધુ જોખમ તોળાઈ રહ્યું છે ગુજરાત પર
27 વર્ષ પછી ભારતમાં થશે 'મિસ વર્લ્ડ' સ્પર્ધાનું આયોજન, 130 દેશની યુવતીઓ લેશે ભાગ
Panchak: આજથી પંચક શરુ, 5 દિવસ દરમિયાન ન કરવા આ કામ, કરવાથી મળે છે અશુભ પરિણામ


12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે સોમનાથ મંદિર, એ એટલું સમૃદ્ધ છે કે ઉત્તર પશ્ચિમથી આવતા આક્રમણકારીની પહેલી નજર સોમનાથ પર જતી હતી કેટલીય વખત સોમનાથ મંદિર પર હુમલા થયા અને લૂંટવામાં આવ્યું કહેવામાં આવે છે કે પહેલા એક મંદિર અસ્તિત્વમાં હતું બીજી વખત  સાતમી સદીમાં વલ્લભીના રાજાઓએ આ મંદિર બનાવડાવ્યું, આઠમી સદીમાં ગવર્નર જુનાયદે તેને તોડવા માટે પોતાની સેના મોકલી તે બાદ પ્રતિહા નાગર રાજ ભટે 15 મી સદીમાં તેને ત્રીજી વખત બનાવડાવ્યું , તેના અવશેષો પર માલવાના રાજા અને ગુજરાતના રાજા ભીમદેવ એ ચોથી વખત નિર્માણ કરાવ્યું.


વર્ષ 1026માં મહેમૂદ ગજ્નબીએ સોમનાથ મંદિરને તોડી નાખ્યું હતું 
કહેવામાં આવે છે કે અરબ યાત્રી અલબરૂનીએ પોતાની યાત્રામાં તેનો ઉલ્લેખ કર્યો હતો તેને જોતા ગજ્નબીએ 5000 સાથીઓ સાથે મંદિર પર હુમલો કરી દીધો હતો આ હુમલામાં તેણે મંદિરની સંપત્તિ લૂંટી અને હુમલામાં 1000 લોકો પણ માર્યા ગયા હતા ત્યારબાદ તેનું બાંધકામ 1169માં ગુજરાતના રાજા કુમારપાલ એ કરાવ્યું હતું . વર્ષ 1257માં જ્યારે દિલ્હી સલ્તનતે જ્યારે ફરી હુમલો કર્યો ત્યારે તેને ફરી પાડવામાં આવ્યું ત્યારબાદ ઔરંગઝેબે 1706માં ફરીથી પાડી નાખ્યું.



વાત કરીએ બાણસ્તંભની
તો છઠ્ઠી શતાબ્દીથી મોજુદ છે બાણસ્તંભ. દિશા બતાવનારો સ્તંભ છે બાણસ્તંભ. લગભગ 6ઠ્ઠી શતાબ્દીથી આ સ્તંભનો ઉલ્લેખ મળે છે મતલબ 1420 વર્ષ પહેલા આ સ્તંભના હોવાનો સબૂત મળે છે. તેનો મતલબ એ કે સ્તંભ 6ઠ્ઠી શતાબ્દીથી અહિં મોજુદ છે. કદાચ એટલા માટે જ આ સ્તંભનો ઇતિહાસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ એ કોઇ નથી જાણતું કે તેનું નિર્માણ ક્યારે થયું હતું, કોણે કરાયું હતું અને કેમ  આ સ્તંભમાં એ રહસ્ય છૂપાયેલું છે જે લોકોને હેરાન કરી દે છે જાણકારો અનુસાર આ એક દિશા બતાવનારું સ્તંભ છે. જેમાં સમુદ્રની તરફ ઇશારો કરતું એક બાણ મોજુદ છે. અને એટલા માટે કદાચ તેને બાણસ્તંભ કહે છે. નકશામાં એ જ જમીન બતાવવામાં આવી હતી જ્યાં માણસોની આબાદી મોજુદ હતી .જ્યારે દુનિયાનો વાસ્તિવક નકશો તો હેનરિસ્ક માકલિસે 1490ની આસપાસ બનાયો હતો એટલે કે આ સ્તંભના બનાવવાના કેટલાય વર્ષો પછી કેટલાક લોકોનું માનવું છે કે જ્યારે આ સ્તંભ લગાવવામાં આવ્યો હતો ત્યારે કોઈ પણ પ્રકારનો ટાપુ પણ મોજુદ નહોતો પરંતુ સમયની સાથે પ્રકૃતિ અને ભૂગોળ બદલાયું છે.


તો થોડો ઘણો ફરક ચોક્કસ પડ્યો હશે  પરંતુ તેમ છતાં એ સૌથી મોટી વાત છે કે તે સમયે ખગોળ વિદોને તે જાણકારી ચોક્કસ હતી કે દક્ષિણ ધ્રુવ ક્યાં છે અને ધરતી ગોળ છે અને આથી તેઓ એ કહેવામાં કામયાબ થયા કે સોમનાથ મંદિર થી કોઇ પણ રુકાવટ વગર સીધો રસ્તો દક્ષિણ ધ્રુવ તરફ જાય છે જો કે તે એક રહસ્ય છે કે કઇ ટેકનિકથી મદદથી કે તે સમયે આ જાણવામાં આસાની થઇ હવે દક્ષિણિ ધ્રુવથી જ્યાં સીધી રેખા મળે છે ત્યાં દક્ષિણ ધ્રુવ સ્થાપિત છે જેને ભારતના 12 જ્યોતિર્લિંગમાં પહેલાં માનવામાં આવે છે તેવી જ રીતે સ્તંભ પર લખેલી અંતિમ લાઇન અબાધિત જ્યોતિમાર્ગ એક રહસ્ય જેવી જ છે.



કેમ કે આ અબાધિત માર્ગ સમજમાં આવે છે અને જ્યોતિમાર્ગ શું છે તે સમજમાં નથી આવતું આ વાત વૈજ્ઞાનિકો માટે પણ રહસ્ય બનેલી છે પૃથ્વી ગોળ છે તે વાતની શોધ યુરોપના કેટલાક વૈજ્ઞાનિકોએ કરી હતી પરંતુ ભારત પાસે આ જાણકારી ખૂબ પહેલાંના સમયથી હતી જેના પ્રમાણ પણ મળે છે. આ જાણકારી ના આધાર પર આર્યભટ્ટ એ સન 500 આસપાસ કુલ  પૃથ્વીનો વ્યાસ 40 હજાર 168 કહ્યો હતો આજની અત્યાધુનિક તકનીકથી મદદથી પૃથ્વીનો વ્યાસ 40,075 કિમી માનવામાં આવે છે.  


તેનો મતલબ એ થયો કે  આર્યભટ્ટના આકલનમાં ખૂબ ઓછો ફર્ક હતો હવે સવાલ એ ઉઠે છે કે લગભગ 1.5 હજાર વર્ષ પહેલા આર્યભટ્ટ પાસે આ જાણકારી ક્યાંથી આવી , શું તેમની પાસે એવી કોઇ ચીજ હતી જેનાથી તેઓ ઓળખી શકે અને જો એવું કઇ નહોતું તો કઇ એવી ટેકનીક હતી જેનાથી આર્યભટ્ટે પૃથ્વીના વ્યાસની જાણકારી મેળવી હતી.


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


આ પણ વાંચો:
30000% ની તોફાની તેજી, 3 રૂપિયાના આ સ્ટોકે 1 લાખના બનાવ્યા 3 કરોડ રૂપિયા
આ એક ગુજરાતીના કારણે આ બે રાજ્યોમાં થાય છે બર્ડ સર્વે, ગાયક-વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીના

પનીર ખાતા પહેલા સાવધાન! શું તમે ખાતા નથીને નકલી પનીર? આ રીતે જાણો અસલી નકલીનો ભેદ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube