Vastu Tips: હિન્દુ ધર્મ અને વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય દ્વારનું ખૂબ જ મહત્વ દર્શાવાયું છે. એટલે જ તો જ્યારે ઘરમાં કોઈ પૂજા કે ધાર્મિક વિધિ હોય તો ઘરના મુખ્ય દ્વાર પર તોરણ બાંધી પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે મુખ્ય દ્વાર પર કેટલીક વસ્તુઓ રાખવાથી દેવતાઓ ઘરમાં પધારે છે. વાસ્તુ શાસ્ત્રમાં પણ મુખ્ય દ્વાર સંબંધિત નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો ઘરમાં નકારાત્મક ઊર્જા પ્રવેશ કરતી નથી અને ઘરમાં સુખ-શાંતિ વધે છે. આજે તમને આવો જ એક એકદમ સરળ ઉપાય જણાવીએ. આ ઉપાય કરવાથી ઘરમાં સુખ-શાંતિ વધે છે. તેના માટે તમારે રોજ એક સરળ કામ કરવાનું છે. રોજ આ કામ કરી લેશો તો તમારા ઘરમાં પણ સુખ, શાંતિ અને સમૃદ્ધિ દિવસ-રાત વધતી રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનો સરળ ઉપાય


આ પણ વાંચો:


Astro Tips: દાન કરતી વખતે આ નિયમ રાખજો યાદ, આ વસ્તુઓનું કર્યું દાન તો છીનવાઈ જશે સુખ


મંદિરમાં દર્શન અને પૂજા કર્યા પછી પરિક્રમા કરવી પણ જરૂરી, જાણો કારણ અને લાભ વિશે


Budh Gochar: લક્ષ્મી નારાયણ યોગના કારણે આ 4 રાશિઓનું અમીર બનવું નક્કી, થશે ધન લાભ
 
1. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર નિયમિત પાણીનો છંટકાવ કરવો શુભ ફળ આપે છે. એવું માનવામાં આવે છે કે દરરોજ સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી ઘરના મુખ્ય દરવાજા પર તાંબાના કળશમાં પાણી ભરી નિયમિત છાંટવું જોઈએ. આ ઉપાય કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ધન-ધાન્ય વધે છે. સાથે જ કલેશ ઓછો થાય છે. 


2.  આ સાથે જ વાસ્તુશાસ્ત્ર અનુસાર અઠવાડિયામાં એકવાર ઘરના મુખ્ય દરવાજા પર પાણીમાં મીઠું ઉમેરી મીઠાવાળું પાણી છાંટવું જોઈએ. એવું માનવામાં આવે છે કે મીઠું નકારાત્મકતાને દુર કરે છે. આ સાથે મીઠાના પાણીનો છંટકાવ કરવાથી ઘરમાંથી રોગ, દોષ અને શોક દુર થાય છે.  


3. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર હળદર મિશ્રિત પાણી છાંટવું પણ ખૂબ જ શુભ ગણાય છે. દરરોજ સવારે ઉઠીને સ્નાન કર્યા પછી તાંબાના કળશમાં પાણી ભરીને તેમાં એક ચપટી હળદર ઉમેરો. ત્યારપછી આ પાણીને ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ છાંટો. આમ કરવાથી ઘરમાં ધન અને ઐશ્વર્યની ખામી રહેતી નથી.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)