વૈદિક જ્યોતિષ પ્રમાણ સમયાંતરે ચંદ્ર અને સૂર્ય ગ્રહણ થતા રહે છે. જેનો પ્રભાવ માનવ જીવન ઉપર અને પૃથ્વી ઉપર પડે છે. અત્રે જણાવવાનું કે 15 દિવસની અંદર ચંદ્ર અને સૂર્ય ગ્રહણ  થવા જઈ રહ્યા છે. જેમાં 25 માર્ચના રોજ ચંદ્ર ગ્રહણ થશે અને તે દિવસે ધૂળેટી પણ છે. આ સાથે જ 8 એપ્રિલના રોજ સૂર્ય ગ્રહણ થવાનું છે. આવામાં આ બંને ગ્રહણોની અસર તમામ રાશિઓ પર પડશે. પરંતુ 3 રાશિઓએ એવી છે જેમનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ ધન દૌલતમાં પણ વધારો થઈ શકે છે. જાણો કોણ છે તે લકી રાશિઓ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
તમારા માટ ચંદ્ર અને સૂર્ય ગ્રહણ લાભકારી સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન કારોબારીઓને ધનલાભ થઈ શકે છે. માન સન્માન અને પ્રતિષ્ઠા પણ મળશે. પરિણીત લોકોનું લગ્નજીવન ખુશનુમા રહેશે. આવકમાં વધારો થઈ શકે છે. આવકના નવા સોર્સ ઉભા થશે. કોઈ વાહન કે પ્રોપર્ટી લઈ શકો છો. અટકેલા કામો પાર પડશે. પાર્ટનર સાથે સારા સંબધ રહેશે. જીવનમાં દરેક ક્ષેત્રમાં પ્રગતિ થવાથી આત્મવિશ્વાસ વધશે. 


મિથુન રાશિ
ચંદ્ર અને સૂર્ય ગ્રહણ તમારા માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. આ સમયગાળામાં તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આકસ્મિક ધનલાભ થઈ શકે છે. જે લોકો બેરોજગાર છે તેમને નોકરી મળી શકે છે. નોકરીયાતોને ઈચ્છિત ટ્રાન્સફર થઈશકે છે. જૂનિયર અને સીનિયરનો સાથ મળી શકે છે. તમે તમારા જીવનમાં સારા નિર્ણય લેશો, જેનાથી તમારા જીવનમાં અનેક ફેરફાર આવશે. આ ઉપરાંત મનમાં નવી ઉર્જાનો સંચાર થશે. 


સિંહ રાશિ
તમારા માટે ચંદ્ર અને સૂર્ય ગ્રહણ શુભ ફળદાયી સાબિત થઈ શકે છે. કારણ કે આ દરમિયાન તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. માન સન્માન વધશે અને નોકરીમાં પ્રગતિ થશે. દેશ વિદેશની મુસાફરી પણ કરી શકો છો. આ સમય દરમિાયન તમે વાહન અને પ્રોપર્ટી પણ ખરીદી શકો છો. આવકના નવા સ્ત્રોત ખુલશે. મોટી બચત કરવામાં સફળ થશો. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube