Jupiter Sun conjunction: સૂર્ય દેવ મેષ રાશિમાં ગોચર કરી  ચૂક્ય છે. જ્યારે ગણતરીના કલાકો બાદ એટલે કે 22મી એપ્રિલે દેવગુરુ બૃહસ્પતિ પણ મેષ રાશિમાં પ્રવેશ કરશે. અહીં બંને મોટા ગ્રહોનો મહાસંગ્રામ થશે. જે કેટલીક રાશિઓ માટે ફાયદાકારક રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Surya Guru Yuti 2023: દેવગુરુ બૃહસ્પતિને એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરવામાં લગભગ એક વર્ષનો સમય લાગે છે. ભગવાન સૂર્ય દર મહિને પોતાની રાશિ બદલે છે. સૂર્યદેવ તાજેતરમાં મેષ રાશિમાં ગોચર કરી ચૂક્યા છે. જ્યારે ગુરુ 22 એપ્રિલના રોજ મેષ રાશિમાં પ્રવેશ કરશે. અહીં બંને ગ્રહોની યુતિથી મહાસંયોગ બનશે. કારણ કે વૈદિક જ્યોતિષમાં બંનેને મોટા ગ્રહોની સંજ્ઞા આપવામાં આવી છે. આ બંનેની અસર પણ વ્યપાક થાય છે. આમ તો બંને ગ્રહોની યુતિની અસર તમામ 12 રાશિઓ પર પડશે પરંતુ 3 રાશિઓ એવી છે જેને તેનાથી ભરપૂર ફાયદો મળશે. 


મેષ
મેષ રાશિવાળા માટે ગુરુ સૂર્યની યુતિ ખુબ શુભ સાબિત થશે. આ રાશિના જાતકોને ભાગ્યનો ભરપૂર સાથ મળશે. દરેક કામમાં સફળતા મળશે. નોકરીમાં પ્રગતિ થશે. નવી નોકરીની ઓફર મળી શકે છે. કારોબારીઓને તગડો નફો થશે. 


આ તારીખે છે ગુરુ પુષ્ય નક્ષત્ર યોગ, જાણો તે દિવસે શું કરવું જેથી કરીને બરકત આવે


શનિ થશે વક્રી, 139 દિવસ આ રાશિઓ માટે રહેશે ખુબ કષ્ટકારી, ખુબ સતર્ક રહેવું પડશે


આ રાશિવાળા પર 15 દિવસ સુધી રહેશે સૂર્યગ્રહણની સૌથી વધુ અસર, જાણો શું ધ્યાન રાખવું


મિથુન
મિથુન રાશિવાળા માટે સૂર્ય અને ગુરુની યુતિ અનુકૂળ ફળ આપશે. નવો વેપાર શરૂ થશે અને નવી તક મળશે. કરિયર સારી રહેશે. પ્રગતિ થશે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે. મોટો ધનલાભ થઈ શકે છે. 


તુલા
ગુરુ અને સૂર્યની યુતિ તુલા રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થશે. આ દરમિયાન આ લોકો વેપારમાં ખુબ પૈસા કમાશે. તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. દાંપત્ય જીવન સારું રહેશે. જે લોકોના વિવાહમાં મોડું થતું હતું તેમના જીવનમાં જલદી શહેનાઈ વાગી શકે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)