Surya in purva phalguni nakshatra: ગ્રહોના રાજા સૂર્ય 30 દિવસમાં રાશિ પરિવર્તન કરે છે. આ સિવાય એક ચોક્કસ સમય પર નક્ષત્ર પરિવર્તન પણ કરે છે. 16 સપ્ટેમ્બરે સૂર્યએ રાશિ પરિવર્તન કર્યું હતું અને હવે 30 સપ્ટેમ્બર 2024ના સૂર્ય નક્ષત્ર ગોચર કરશે. સૂર્ય નક્ષત્ર ગોચર કરી શુક્ર ગ્રહના નક્ષત્ર પૂર્વા ફાલ્ગુનીમાં પ્રવેશ કરશે. કમાલની વાત છે કે આ સમયે શુક્ર સ્વંય પોતાના નક્ષત્રમાં હાજર છે અને હવે સૂર્ય આ નક્ષત્રમાં આવશે. આમ તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય અને શુક્ર શત્રુ ગ્રહ છે. તેવામાં તેનું પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં મળવું સારૂ ન કહી શકાય. પરંતુ ચાર રાશિઓ માટે તે શુભ છે. આવો જાણીએ સૂર્યનું શુક્રના નક્ષત્રમાં ગોચર કયા જાતકોનું ભાગ્ય ચમકાવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓક્ટોબરની ભાગ્યશાળી રાશિઓ
1. મેષ રાશિઃ
મેષ રાશિના જાતકો માટે સૂર્ય નક્ષત્ર ગોચર શુભ રહેશે. આ લોકોને કરિયરમાં સારૂ પરિણામ મળશે. પ્રમોશન અને પગાર વધારો થઈ શકે છે. કારોબારમાં નફો થશે. વેપારનો વિસ્તાર કરવા માટે આ સમય શુભ છે. 


2. સિંહ રાશિઃ સિંહ રાશિના લોકો માટે સૂર્યનું નક્ષત્ર પરિવર્તન આર્થિક લાભ આપશે. જીવનમાં સુખ-સમૃદ્ધિ વધશે. કરિયરમાં પ્રગતિ થશે. આવક વધશે. કોઈ અવિશ્વસનીય સ્ત્રોતથી પૈસા મળી શકે છે. પરિવારનો સહયોગ મળશે. 


3. કન્યા રાશિઃ કન્યા રાશિ માટે પણ આ ફેરફાર શુભ ફળયાદી રહેશે. કોઈ મોટી ઈચ્છા પૂરી થઈ શકે છે. કામમાં આવી રહેલા વિઘ્નો દૂર થશે. માન સન્માન વધશે. કારોબારીઓનો કામ-ધંધો ખુબ સારો ચાલશે.


આ પણ વાંચોઃ દિવાળી પહેલા શનિની ચાલમાં ફેરફાર, આ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, મળશે સફળતા


4. તુલા રાશિઃ તુલા રાશિના જાતકો માટે ગ્રહો-નક્ષત્રોની સ્થિતિ ખુબ સારી છે. તમને ચારેતરફથી લાભ થશે. ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. કરિયરમાં ઈચ્છિત નોકરી, પગાર મળી શકે છે. તણાવ દૂર થશે અને સુખમાં વધારો થશે.

ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.