3 દિવસમાં પલટાઈ જશે આ 4 રાશિઓનું નસીબ! `સૂર્ય` આપશે બમ્પર ધન અને મોટી સફળતા
Surya Gochar 2023 Date: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના રાજા સૂર્યનું ગોચર મોટી અસર કરે છે. 15 જૂન, 2023 ના રોજ, સૂર્ય વૃષભ રાશિમાંથી બહાર નીકળીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને 4 રાશિના લોકો માટે આ ખુબ જ શુભ રહેશે.
Surya Rashi Parivartan 2023 in Mithun: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગ્રહોના રાજા સૂર્ય દર મહિને પોતાની રાશિ બદલે છે. આ રીતે સૂર્ય 12 મહિનામાં એક રાશિચક્ર પૂર્ણ કરે છે. સૂર્યના રાશિ પરિવર્તનને સંક્રાંતિ કહેવામાં આવે છે, જેમ કે મકરસંક્રાંતિ, વૃષભ સંક્રાંતિ વગેરે. આ સમયે સૂર્ય વૃષભ રાશિમાં છે. 15 જૂન, 2023 ના રોજ, સૂર્ય અને શુક્રની રાશિ છોડીને, તે બુધની મિથુન રાશિમાં ગોચર કરશે. મિથુન રાશિમાં સૂર્યનો પ્રવેશ તમામ 12 રાશિઓને પ્રભાવિત કરશે. બીજી તરફ, મિથુન રાશિમાં સૂર્યનું સંક્રમણ 4 રાશિના લોકોના નસીબમાં સુધારો કરશે. આવો જાણીએ સૂર્યના ગોચરથી કઈ રાશિઓને લાભ થશે.
સિંહ
સિંહ રાશિના લોકોનો સ્વામી સૂર્ય છે અને તેઓ આ રાશિના લોકો પર દયાળુ હોય છે. સિંહ રાશિના લોકોને પણ આ સૂર્ય ગોચર સાનુકૂળ પરિણામ આપશે. કાર્યસ્થળ પર પ્રમોશન મળવાની પ્રબળ સંભાવના છે. નોકરીમાં બદલાવ આવશે. સમાજમાં માન-સન્માન વધશે. વિદેશ યાત્રા પર જઈ શકો છો. પૈતૃક સંપત્તિ મળી શકે છે.
કન્યા
સૂર્યના રાશિ પરિવર્તનથી કન્યા રાશિના લોકોને ઘણો ફાયદો થશે. કામમાં સફળતા મળશે. વિદેશ જવાનું કે વિદેશમાં સ્થાયી થવાનું સપનું પૂરું થઈ શકે છે. વ્યવસાયિક જીવન વધુ સારું રહેશે. તમને નવી જવાબદારીઓ મળશે, જે તમને આગળ વધવાની તક આપશે. આર્થિક સમસ્યાઓથી છુટકારો મળશે.
કુંભ
સૂર્યનું ગોચર કુંભ રાશિના લોકોને રચનાત્મક ક્ષેત્રમાં આગળ વધવાની તક આપશે. આ સમય તમને નોકરીની નવી તકો આપશે. તમે કોઈ પ્રોજેક્ટ અથવા વ્યવસાયમાં નવા વિચારોનો સમાવેશ કરશો. તમારી હિંમત અને આત્મવિશ્વાસ વધશે.
(Disclaimer:અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)
આ પણ વાંચો:
બિપરજોયના ડરથી ગુજરાતમાં તોડવામાં આવી ઈમારતો, 90 ટ્રેનો રદ, ચક્રવાતની અસર જોવા મળી
સૌરાષ્ટ્ર, કચ્છના કાંઠે 15મીએ બપોરે 12 વાગ્યે ભારે પવન સાથે ટકરાશે બિપરજોય
રાશિફળ 13 જૂન: મેષ સહિત આ રાશિના જાતકો માટે આજનો દિવસ અત્યંત શુભ, સારા સમાચાર મળશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube