Surya Shani Yuti 2024: વર્ષ 2024 માં સંભાળીને રહે આ 3 રાશિના લોકો, નહીં તો ભુક્કા બોલાવી દેશે શનિ-સૂર્યની યુતિ
Surya Shani Yuti 2024: વર્ષ 2024 ની શરૂઆતમાં કુંભ રાશિમાં સૂર્ય અને શનિની યુતિ સર્જાશે. આ બંને ગ્રહ શત્રુ ગ્રહ છે. આ યુતિના કારણે રાશિ ચક્રની ત્રણ રાશિના લોકોને 15 ફેબ્રુઆરી 2024 થી 15 માર્ચ 2024 સુધી ખૂબ જ સંભાળીને રહેવું પડશે. આ સમય દરમિયાન નોકરી બદલવાનો વિચાર પણ ન કરવો. નવી શરૂઆત કરવા માટે પણ આ સમય સારો નથી રોકાણ કરવાનું પણ ટાળવું.
Surya Shani Yuti 2024: દરેક ગ્રહ નિશ્ચિત સમયે રાશિ પરિવર્તન કરે છે. રાશિ પરિવર્તનના કારણે ઘણી વખત ગ્રહોની યુતિ પણ સર્જાય છે. ગ્રહોના રાજા કહેવાતા સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. જોકે વર્ષ 2024 ની શરૂઆતમાં સૂર્ય કુંભ રાશિમાં પ્રવેશ કરશે. કુંભ રાશિમાં પહેલાથી જ શનિ ગોચર કરે છે, જેના કારણે કુંભ રાશિમાં સૂર્ય અને શનિની યુતિ સર્જાશે. ગ્રહોના રાજા સૂર્ય અને તેમના પુત્ર શનિ શક્તિશાળી ગ્રહ છે સાથે જ આ બંને ગ્રહ શત્રુ ગ્રહ પણ છે. એક રાશિમાં આ બંને ગ્રહો એક સાથે હશે તેના કારણે 12 રાશિના લોકોના જીવન પર તેનો પ્રભાવ જોવા મળશે. ખાસ કરીને કેટલીક રાશિ એવી છે જેમને શનિ અને સૂર્યની આ યુતિ કષ્ટ આપી શકે છે. આ રાશિના લોકોએ વર્ષ 2024 માં સંભાળીને રહેવાની જરૂર પડશે. રાશિ ચક્રની ત્રણ રાશિના લોકોને 15 ફેબ્રુઆરી 2024 થી 15 માર્ચ 2024 સુધી ખૂબ જ સંભાળીને રહેવું પડશે.
શનિ સૂર્યની યુતિ આ 3 રાશિ માટે ભયંકર
આ પણ વાંચો: Astro Tips: પગના તળિયામાં ખંજવાળ આવે તો લાભ થાય કે નુકસાન ? જાણો શુભ અશુભ સંકેત વિશે
કર્ક રાશિ
સૂર્ય અને શનિની યુતિ કર્ક રાશિના જાતકોને ભારે નુકસાન પહોંચાડી શકે છે. આ રાશિના જાતકોને ગુપ્ત રોગ પણ થઈ શકે છે અથવા તો ત્વચા સંબંધિત બીમારી થવાનું જોખમ પણ જણાય છે. દાંપત્ય જીવનમાં પણ સમસ્યાઓ આવી શકે છે. કારકિર્દીમાં સમસ્યાના સર્જાય તે માટે ખૂબ જ સતર્ક રહેવું. આ સમય દરમિયાન નોકરી બદલવાનો વિચાર પણ ન કરવો. નવી શરૂઆત કરવા માટે પણ આ સમય સારો નથી રોકાણ કરવાનું પણ ટાળવું.
કન્યા રાશિ
શનિ અને સૂર્યની યુતિ કન્યા રાશિના લોકોને પણ કષ્ટ આપશે. આ રાશિના જાતકોએ કોઈ પણ પ્રકારના આ વિવાદમાં પડવાનું ટાળવું. જે લોકોનો કોર્ટ સંબંધિત કોઈ મામલો ચાલે છે તેમને અસફળતા હાથ લાગશે. સ્વાસ્થ્ય સંબંધની સમસ્યા થઈ શકે છે. વાહન ચલાવતી વખતે દુર્ઘટનાની સંભાવના છે તેથી સંભાળીને વાહન ચલાવવું. વેપાર અને નોકરી પર ધ્યાન આપો. કામમાં બેદરકારી મોટું નુકસાન કરાવી શકે છે.
આ પણ વાંચો: Astro Tips: સવારે ઉઠતાંવેંત કરવા આ 5 કામ, દિવસના દરેક કામમાં મળશે ભાગ્યનો સાથ
મીન રાશિ
સૂર્ય અને શનિની યુતિ મીન રાશિના લોકોને અશુભ ફળ આપશે. આ સમય દરમિયાન ખર્ચ તમારી બચતને ખાલી કરી શકે છે. કરજ લેવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.. માનસિક ચિંતા વધશે. વેપારીઓને પણ ધનહાનિનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન કોઈને ઉધાર આપવાનું ટાળવું. અન્યથા પૈસા ડૂબી શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)