Astro Tips: સવારે ઉઠતાંવેંત કરવા આ 5 કામ, દિવસના દરેક કામમાં મળશે ભાગ્યનો સાથ

Astro Tips: વાસ્તુશાસ્ત્રમાં ઘણા એવા કામ વિશે જણાવવામાં આવ્યું છે કે તેને સવારે કરવાથી તમારું જીવન અને દિવસ ખુશીઓથી ભરાઈ જશે. વાસ્તુશાસ્ત્ર અનુસાર દિવસની શરૂઆત હંમેશા સારી રીતે થવી જોઈએ, તો જ આખો દિવસ મન પ્રસન્ન રહે છે. સવારે કરવામાં આવેલા કેટલાક કામ તમારા જીવનમાં સફળતા લાવી શકે છે. ચાલો તમને જણાવીએ કે રોજ સવારે કયા કામ સૌથી પહેલા કરવા જોઈએ જે જીવનમાં સુખ-સમૃદ્ધિ અને સફળતા લાવે છે.

દીવો પ્રગટાવવો

1/5
image

સવારે ઉઠતાની સાથે જ સ્નાન કરીને પૂજા કરવી જોઈએ. આ ઉપરાંત સવારે અને સાંજે ઘરની બહાર દીવો પ્રગટાવવો જોઈએ. આમ કરવાથી દેવી લક્ષ્મી હંમેશા તમારા પર પ્રસન્ન રહે છે અને તમારા ઘરને ધનથી ભરી દે છે.

સૂર્ય પૂજા

2/5
image

નિયમિત રીતે સવારે સૂર્ય ભગવાનને જળ અર્પિત કરવું શુભ માનવામાં આવે છે. આમ કરવાથી જીવન ખુશીઓથી ભરાઈ જાય છે. સાથે જ સૂર્ય બળવાન બને છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે.

કપાળ પર તિલક કરવું

3/5
image

જ્યારે પણ તમે મંદિરમાં પૂજા કરો છો તો સૌથી પહેલા તમારે તમારા કપાળ પર તિલક લગાવવું જોઈએ. તેનાથી દેવી લક્ષ્મી ઘરમાં વાસ કરે છે અને બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

તુલસીની પૂજા

4/5
image

તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે, તેથી રોજ સવારે માતા તુલસીની પૂજા કરવી જોઈએ. તેમજ રોજ સાંજ ઘીનો દીવો પણ કરવો જોઈએ.

ઘરની સાફ સફાઈ

5/5
image

સવારે ઉઠીને ભગવાનનું નામ લેવું જોઈએ અને ઘરને સ્વચ્છ રાખવું જોઈએ. જો તમારું ઘર સ્વચ્છ રહે છે તો ઘરમાંથી બધી નકારાત્મકતા દુર થઈ જાય છે.