100 વર્ષ બાદ હોળી પર ચંદ્રગ્રહણ, આ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, કરિયર-કારોબારમાં થશે પ્રગતિ
Holi 2024: આવતા મહિને આ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ લાગવાનું છે. આ ચંદ્રગ્રહણ હોળીના દિવસે લાગશે. હોળી પર ચંદ્રગ્રહણને કારણે કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
નવી દિલ્હીઃ વૈદિક પંચાગ અનુસાર સમય-સમય પર ચંદ્ર અને સૂર્ય ગ્રહણ થાય છે. જેની અસર માનવ જીવન પર પડે છે. તમને જણાવી દઈએ કે આ વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ લાગવાનું છે. કારણ કે આ વર્ષે હોળીનો તહેવાર 25 માર્ચે છે અને આ દિવસે ચંદ્ર ગ્રહણ સવારે 10 કલાક 23 મિનિટથી બપોરે 3 કલાક 2 મિનિટ સુધી રહેશે. તેવામાં ચંદ્ર ગ્રહણનો પ્રભાવ દરેક રાશિઓ પર પડશે. પરંતુ ત્રણ રાશિઓ એવી છે, જેનું ભાગ્ય આ સમયે ચમકી શકે છે. તેને ધનલાભ થઈ શકે છે. આવો તે ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ...
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે ચંદ્ર ગ્રહણ લાભદાયક સાબિત થઈ શકે છે. આ સમયે તમારો ભાગ્યોદય થઈ શકે છે. તમારી વિચારેલી યોજનાઓ સફળ થશે. આ દરમિયાન તમને અચાનક ધનલાભ થઈ શકે છે. સાથે તમને કામમાં સફળતા મળવાની સંભાવના છે. તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો. તો ચંદ્ર ગ્રહણ બાદ તમને સંતાન સંબંધિત કોઈ શુભ સમાચાર મળી શકે છે.
આ પણ વાંચોઃ 1 વર્ષ બાદ કુંભ રાશિમાં થશે સૂર્યનું ગોચર, 30 દિવસ સુધી ચમકી જશે આ જાતકોનું ભાગ્ય
કર્ક રાશિ
ચંદ્ર ગ્રહણ કર્ક રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. આ સમયે તમે કોઈ વાહન કે સંપત્તિ ખરીદી શકો છો. સાથે આ સમયમાં તમારા માન-સન્માન અને પદ પ્રતિષ્ઠામાં વધારો થશે. જો કરિયરની વાત કરીએ તો તમને કાર્યક્ષેત્ર સંબંધિત મામલામાં સંતોષ પ્રાપ્ત થશે. સાથે કામ-કારોબારના સંબંધમાં યાત્રા કરી શકો છો. આ સમયમાં તમે નાણાની બચત કરવામાં સફળ રહેશો. સાથે વેપારીઓને કામકાજમાં અનુકૂળ પરિણામ મળવાનું છે.
કન્યા રાશિ
ચંદ્ર ગ્રહણને કારણે કન્યા રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે. આ સમયે બેરોજગાર લોકોને નોકરીની નવી તક મળશે. સાથે તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. આ સાથે તમારા લોકોની વાણીમાં પ્રભાવ જોવા મળશે. જેનાથી લોકો તમારાથી પ્રભાવિત થશે. આ સાથે જીવનસાથી સાથે તમારા સંબંધ સારા રહેશે. આ સમયે તમને ભાગીદારીના કામમાં સફળતા મળશે.