Shukrawar Upay: શાસ્ત્રો અનુસાર સપ્તાહના સાત દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત છે. જેમાં શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીની આરાધના કરવા માટે સમર્પિત કહેવાયો છે. શાસ્ત્રો અનુસાર જો શુક્રવારે વ્યક્તિ સાચા મનથી માતા લક્ષ્મીની આરાધના કરે તો તેની બધી જ મનોકામના પૂર્ણ થાય છે. ખાસ કરીને શુક્રવારે ત્રણ ઉપાય કરવામાં આવે તો તેનાથી માતા લક્ષ્મી ઝડપથી પ્રસન્ન થાય છે. શુક્રવારે આ ત્રણ ઉપાય કરનાર વ્યક્તિના પરિવાર ઉપર માતા લક્ષ્મીની કૃપા વરસવા લાગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાય


આ પણ વાંચો:


Gold Astrology: સોનાનો ગુરૂ ગ્રહ સાથે છે સીધો સંબંધ, આ રાશિના લોકો સોનું ન પહેરવું


Chanakya Niti: જિંદગી નરક બનાવી દે છે આવી મહિલા, અનેક મુશ્કેલીનો કરવો પડે છે સામનો


રોટલી પીરસવામાં ભૂલથી પણ ના કરતા આવી ભૂલ, જાણો કોની થાળીમાં કેટલી રોટલી પીરસાય


1. શુક્રવારે સવારે નિત્ય ક્રિયા અને સ્નાન કર્યા પછી માતા લક્ષ્મીની પૂજા કરો. તેમની પ્રતિમા કે તસવીરની સામે લાલ ફૂલ અર્પણ કરવા. સાથે જ તેમને દૂધથી બનેલી મીઠાઈ નો ભોગ ધરાવવો. આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને જાતક ઉપર તેમના આશીર્વાદ વરસે છે.


2. તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે તેવું માનવામાં આવે છે. જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘર માં સ્થાયી વાત કરે તો ઘરમાં તુલસીનો છોડ જરૂરથી રાખવો અને રોજ તેમાં પાણી ચઢાવવું. શુક્રવારના દિવસે તુલસી ની પૂજા કરવી. આમ કરવાથી ઘરમાં સમૃદ્ધિ વધે છે.


3. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્રવારે કાળી કીડીને લોટ અને ખાંડ ખવડાવવી જોઈએ. આમ કરવું સૌથી મોટું દાન છે તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ સિવાય શુક્રવારે જરૂરિયાત મંદ વ્યક્તિને ક્ષમતા અનુસાર દાન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)