Hanuman Jayanti 2023: હિંદુ પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાની પૂનમના દિવસે હનુમાનજીનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે હનુમાન જયંતી 6 એપ્રિલ અને ગુરુવારે આવશે. દેશભરમાં હનુમાન જયંતિને ધામધૂમથી ઉજવવામાં આવે છે. હનુમાન જયંતીનો દિવસ હનુમાનજીની આરાધના કરવા અને ઉપાસના કરવા માટે સર્વ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે શ્રદ્ધાથી હનુમાનજીની પૂજા કરવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધર્મશાસ્ત્ર અનુસાર હનુમાન જયંતીના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી સાધકની બધી જ મનોકામના પૂર્ણ થાય છે. આ દિવસે હનુમાન ચાલીસાની કેટલીક અત્યંત ચમત્કારી ચોપાઈનો પાઠ કરવાથી પણ વ્યક્તિના જીવનના દુઃખ અને સમસ્યાઓ દૂર થઈ શકે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર હનુમાન ચાલીસાની ચાર ચોપાઈ એવી છે જે ખૂબ જ અસરકારક અને ચમત્કારી છે. આ ચોપાઈનો પાઠ કરવાથી ધન, બુદ્ધિ અને બળની પ્રાપ્તિ થાય છે.


આ પણ વાંચો:


કરજ અને સમસ્યાઓથી મુક્ત થવા શનિવારે કરો આ 4 ઉપાય, શનિદેવ દુર કરશે જીવનના કષ્ટ


આ ઉપાય કરવાથી ભગવાન શનિ પ્રસન્ન થાય છે, કોઈ એક ઉપાય પણ કરશો તો ભરાઈ જશે તિજોરી


શનિવારના દિવસે આ વસ્તુઓનું કરો દાન, શનિ દેવનો ક્રોધ થશે શાંત
 


હનુમાન ચાલીસાની આ ચોપાઈ છે ચમત્કારી


1. વિદ્યાવાન ગુની અતિ ચાતુર, રામકાજ કરીબે કો આતુર


માન્યતા છે કે હનુમાન જયંતીના દિવસે જો આ ચોપાઈનો પાઠ કરવામાં આવે તો વ્યક્તિને વિદ્યા પ્રાપ્ત થાય છે અને ધન સંબંધિત સમસ્યા દૂર થાય છે. આ ચોપાઈનો પાઠ કરીને શ્રીરામનું સ્મરણ કરવાથી વ્યક્તિને તેના લક્ષની પ્રાપ્તિ થાય છે. 


2. નાસૈ રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમાન બલબીરા


શાસ્ત્રો અનુસાર જો ઘરમાં કોઈ વ્યક્તિને રોગ હોય કે શારીરિક સમસ્યા હોય તો તેનાથી મુક્તિ મેળવવા માટે આ ચોપાઈનો 108 વખત જાપ કરવો જોઈએ. આ ચોપાઈ નો 108 વખત જાપ કરવાથી રોગ અને શારીરિક પીડાથી મુક્તિ મળે છે.


3. ઔર મનોરથ જો કોઈ લાવે સોઈ અમિત જીવન ફલ પાવૈ


જો તમારી કોઈ ખાસ મનોકામના છે અને તમારી ઈચ્છા છે કે તે જલ્દી પૂરી થાય તો હનુમાન જયંતીના દિવસે હનુમાન ચાલીસા ની આ ચોપાઈનો પાઠ નિરંતર કરતા રહેવું. આ પાઠ કરવાથી ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ થાય છે. 


4. સંકટ તે હનુમાન છુડાવે, મન ક્રમ બચન ધ્યાન જો લાવે


જ્યોતિષશાસ્ત્ર અનુસાર હનુમાન ચાલીસા ની આ ચોપાઈ નો પાઠ 108 વખત કરવાથી વ્યક્તિના જીવનની બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય છે એટલું જ નહીં તે વ્યક્તિને આવનારી સમસ્યા સામે લડવાનો આત્મવિશ્વાસ પણ મળે છે.


 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)