આ લોકોએ ભૂલથી પણ હોલિકા દહનના દર્શન ન કરવા જોઈએ, કરે તો થાય છે બરબાદી
Holi 2023 : આ વખતે હોલિકા દહન 7 માર્ચે કરવામાં આવશે. અને ધૂળેટી 8 માર્ચ એટલે બીજા દિવસે ઉજવવામાં આવશે. હોલિકા દહનને લઈને કેટલીક માન્યતાઓ પણ છે. હોળીના દર્શન કરવા બધા લોકો એકત્ર થાય છે પરંતુ કેટલાક લોકોએ આ દર્શન કરવા જોઈએ નહીં.
Holi 2023 : હોળીનો તહેવાર દર વર્ષે ફાગણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ અનુસાર લોકો હોલિકાની પરિક્રમા કરીને તેની પૂજ કરે છે અને પ્રસાદ જેવા કે નાળિયેર, ધાણી, ખજૂર વગેરનો ભોગ ચઢાવે છે. જોકે હિંદુ માન્યતાઓ અનુસાર નવવિવાહિત મહિલાઓએ હોલિકા દહનના દર્શન ન કરવા જોઈએ. તે સિવાય ગર્ભવતી મહિલાઓએ પણ હોલિકાની પ્રદક્ષિણા ન કરવી જોઈએ. આવું કરવું ગર્ભમાં ઉછરી રહેલા બાળકના સ્વાસ્થ્ય માટે સારું નથી. હોલિકાના અગ્નિને સળગતા શરીરનું પ્રતીક માનવામાં આવે છે. આથાી નવવિવાહિત મહિલાઓએ હોલિકાની આગને જોવાથી દૂર રહેવું જોઈએ.
આ પણ વાંચો:
અહીં રંગોથી નહીં પરંતુ ચિતાની રાખથી રમવામાં આવે છે હોળી, નબળા મનના લોકો જોવાનું ટાળે
Holi 2023: હોળી પર કરો આ વસ્તુઓનું દાન, ધનથી ભરેલી રહેશે તિજોરી
Holi 2023: હોળીની અગ્નિમાં પધરાવો આ વસ્તુઓ, આર્થિક તંગી થઈ જશે દુર
આ વખતે હોલિકા દહન 7 માર્ચે કરવામાં આવશે. અને ધૂળેટી 8 માર્ચ એટલે બીજા દિવસે ઉજવવામાં આવશે. હોલિકા દહનમાં અનુષ્ઠાન કરવા અને પ્રાર્થના કરવા માટે પ્રગટેલી હોળીની આસપાસ એકત્ર કરવાનું સામેલ છે. આ પરંપરા ભગવાન વિષ્ણુના ભક્ત હિરણ્યકશ્યિપુના પુત્ર પ્રહલાદ અને રાક્ષસી હોલિકા સાથે જોડાયેલી છે. આ પ્રકારે હોલિકા દહનને અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ભદ્રા વિનાની પૂર્ણિમાની રાત્રે હોલિકા દહન કરવું શ્રેષ્ઠ હોય છે.
હોલિકા દહનનો સમય:
ફાગણ પૂર્ણિમાની શરૂઆત : 6 માર્ચ 2023 દિવસ સોમવારે સાંજે 4 કલાક 18 મિનિટથી
ફાગણ પૂર્ણિમા સમાપ્ત: 7 માર્ચ 2023 મંગળવારે સાંજે 6 કલાક 10 મિનિટ સુધી
ઉદય તિથિ અનુસાર હોલિકા દહનનું પર્વ 7 માર્ચે ઉજવવામાં આવશે.
હોલિકા દહન 2023 મુહૂર્ત:
હોલિકા દહનનું શુભ મુહૂર્ત 7 માર્ચે સાંજે 6 કલાક 31 મિનિટથી વધીને રાત્રે 8 કલાક 58 મિનિટ સુધી છે. આ વખતે હોલિકા દહનનો સમય 2 કલાક 7 મિનિટ સુધી રહેશે.