Rahu Ketu Gochar 2023: જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહના રાશિ પરિવર્તનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ગ્રહોના રાશિ પરિવર્તનના આધારે ભવિષ્યની ગણના કરવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ ગ્રહ સૌથી ધીમી ચાલે ગતિ કરે છે ત્યાર પછી રાહુ અને કેતુ રાશિ પરિવર્તન કરે છે. રાશિ પરિવર્તન કરતા રાહુ અને કેતુને દોઢ વર્ષનો સમય લાગે છે. રાહુ અને કેતુ દોઢ વર્ષ સુધી એક રાશિમાં રહે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: આજથી બધા દુ:ખ થશે દુર, સૂર્યની જેમ ચમકશે આ રાશિઓનું ભાગ્ય, દોઢ વર્ષનો સમય અતિ શુભ


30 ઓક્ટોબરે રાહુ અને કેતુનું રાશિ પરિવર્તન થયું છે. રાહુ ગ્રહે મીન રાશિમાં પ્રવેશ કર્યો છે જ્યારે કેતુ એ કન્યા રાશિમાં પ્રવેશ કર્યો છે. આમ તો આ બંને ગ્રહ છાયા ગ્રહ છે પરંતુ તેમના રાશિ પરિવર્તનથી સૌથી વધુ પ્રભાવ રાશિઓ પર જોવા મળે છે. કારણ કે આ બંને ગ્રહો લોકોને સૌથી વધુ કષ્ટ આપે છે. રાહુ અને કેતુના અશુભ પ્રભાવના કારણે વ્યક્તિનું જીવન પણ બરબાદ થઈ શકે છે. તેથી જો રાહુ અને કેતુ અશુભ પ્રભાવ આપતા હોય તો તેના દોષનું નિવારણ સમયસર કરી લેવું જોઈએ.


આ પણ વાંચો: 27 દિવસમાં આ રાશિના લોકોના હાથમાં આવશે અચાનક ધન, શુક્ર ગ્રહ રંકને પણ બનાવશે રાજા


આ રાશિઓ માટે અશુભ છે રાહુલ નું રાશિ પરિવર્તન


રાહુ અને કેતુનું રાશિ પરિવર્તન મેષ, કન્યા, મકર અને મીન રાશિના લોકો માટે અશુભ છે. આ રાશિના લોકોએ આગામી 1.5 વર્ષ સુધી સાવધાન રહેવાની જરૂર છે. આ સમય દરમિયાન બુદ્ધિ ભ્રમિત થઈ શકે છે સાથે જ કામમાં પણ સમસ્યા આવી શકે છે. આ સમય દરમિયાન આર્થિક અને શારીરિક કષ્ટ પણ સહન કરવા પડી શકે છે. જો તમારે આ પ્રકારની સમસ્યાઓથી બચવું હોય તો રાહુ અને કેતુના દોષને દૂર કરવા માટેના આ ઉપાય કરી લેવા.


આ પણ વાંચો: કેતુના રાશિ પરિવર્તનથી આ રાશિના લોકોની માનસિક સ્થિતિ પડશે નબળી, વેપારમાં થશે લાભ


રાહુ-કેતુનો દોષ દૂર કરવાના ઉપાય


- રાહુ દોષ દૂર કરવા માટે બ્લુ રંગના કપડા અને કેતુનો દોષ દૂર કરવા માટે ગુલાબી રંગના કપડા પહેરવા શુભ ગણાય છે.


- રુદ્રાક્ષની માળાથી પંચમુખી શિવજી સામે બેસીને "ઓમ નમઃ શિવાય મંત્ર"નો 108 વખત નિયમિત જાપ કરવો.


- રાહુ કેતુ ગ્રહની શાંતિ માટે ભગવાન શ્રીકૃષ્ણની એવી તસ્વીર ઘરે લાવો જેમાં તે શેષનાગ ઉપર નૃત્ય કરતા હોય. આ તસવીરની સામે રોજ "ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ" મંત્રની 108 વખત જાપ કરો.


- રાહુ દોષને દૂર કરવા માટે જ્યોતિષ નિષ્ણાંતની સલાહ લઈને ગોમેદનો રત્ન ધારણ કરી શકાય છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)