Guru Gochar 2024: દેવગુરુ બૃહસ્પતિ વર્ષમાં 1 વખત રાશિ પરિવર્તન કરે છે. વર્ષ 2023 માં ગુરુએ મેષ રાશિમાં પ્રવેશ કર્યો હતો. હાલ ગુરુ મેષ રાશિમાં જ ગોચર કરી રહ્યો છે. 22 એપ્રિલ 2024 સુધી ગુરુ આ રાશિમાં ભ્રમણ કરશે. ત્યારબાદ ગુરુ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. તો ચાલો તમને જણાવીએ મેષ રાશિમાં ગુરુના ગોચરથી કઈ કઈ રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: મકર સંક્રાંતિ પર પતંગ ચગાવવા પાછળનું જાણી લો ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ


સિંહ રાશિ


સિંહ રાશિના લોકો માટે એપ્રિલ 2024 સુધીનો સમય લાભદાયક રહેશે. વેપારીઓની મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે. લાઈફ પાર્ટનર સાથે ચાલતી સમસ્યાઓ ધીરે ધીરે દુર થવા લાગશે. ગુરુના શુભ પ્રભાવથી તમારી આર્થિક સ્થિતિ સુધરી જાશે. પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે.


કન્યા રાશિ


એપ્રિલ મહિના સુધીનો સમય કન્યા રાશિ માટે પણ લાભકારી છે. તમારા અટકેલા કામ પુરા થશે. કરિયરમાં પ્રમોશન મળશે. સુખ-સમૃદ્ધિનું ઘરમાં આગમન થશે. વિદેશ યાત્રાના યોગ પણ બની રહ્યા છે. સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મળશે. 


આ પણ વાંચો: મકર સંક્રાંતિના દિવસે ઘરની પૂર્વ દિશામાં રાખો આ વસ્તુ, પૈસાની તંગી થશે દુર


વૃષભ રાશિ


એપ્રિલ મહિનાનો સમય આ રાશિ માટે પણ લાભકારી છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ખર્ચ વધશે પરંતુ આવક પણ વધશે. નવા કાર્યની શરુઆત માટે સારો સમય. વૈવાહિક જીવન મધુર રહેશે. 


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)