Tuesday Upay: મંગળવારે કરો હનુમાનજીના આ 4 ઉપાય, તમામ સમસ્યાઓ થશે દૂર
Tuesday Upay: મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે કેટલાક ખાસ ઉપાય કરવાથી તમામ બાધાઓ દૂર થાય છે.
Astro Tips for Tuesday: સનાતન ધર્મમાં મંગળવાર ભગવાન હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે તેમની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે જો હનુમાનજી તેમના ભક્ત પર પ્રસન્ન થાય, તો તેઓ તેમના જીવનના તમામ દુઃખો દૂર કરી દે છે. હનુમાનજીની કૃપાથી સુખની પ્રાપ્તિ થાય છે. આ સિવાય જો કોઈ વ્યક્તિ નોકરી કે પૈસા મેળવવાના ક્ષેત્રમાં અવરોધોનો સામનો કરી રહ્યો હોય તો તેણે મંગળવારે હનુમાનજીની પૂજા કરવી જોઈએ અને સાથે જ કેટલાક ખાસ ઉપાયો પણ અપનાવવા જોઈએ.આવો જાણીએ મંગળવારના ચમત્કારી ઉપાયો.
4 સમસ્યાઓના 4 ઉકેલો
1. જો તમને રોજગાર નથી મળતો. જો તમે વારંવાર નિષ્ફળ જવાથી દુઃખી છો તો નિરાશ ન થાઓ, મંગળવારે હનુમાનજીની પૂજા કરો. આ દિવસે હનુમાનજીના મંદિરમાં જઈને તેમની સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવો અને ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. આ સરળ ઉપાય કરવાથી તમારા રોજગારના રસ્તા ખુલી જશે.
આ પણ વાંયો:
6 ફૂટ લાંબો સળિયો શ્રમિકના શરીરના આરપાર નીકળ્યો, કટરથી કાપીને બચાવી લેવાયો જીવ
ચીનમાં જ કોરોના વાયરસ બન્યો અને વિશ્વમાં લીક થયો, અમેરિકાએ કર્યો મોટો ઘટસ્ફોટ
હોળીમાં ભીના થયા બાદ પણ તમારા સ્માર્ટફોનને નહીં થાય કોઈ નુકસાન, જાણો કઈ રીતે
2. જો તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ નથી. જો કોઈને કોઈ વાતથી પરેશાની હોય તો દર મંગળવાર અને શનિવારે હનુમાન મંદિરમાં જઈને હનુમાનજીની પૂજા કરો. 21 મંગળવાર સુધી તેમને ગોળ અને ચણા અર્પણ કરો. 21મા મંગળવારે હનુમાનજીને ચોળા ચઢાવો. આ ઉપાય નિયમિત ભક્તિ સાથે કરવાથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવવા લાગશે.
3. જો તમે તમારા કાર્યસ્થળ અને અંગત જીવનમાં શત્રુઓથી પરેશાન છો, તો મંગળવારે સવારે સ્નાન કર્યા પછી હનુમાન મંદિરમાં જાઓ અને પૂર્ણ ભક્તિ સાથે બજરંગ બાણનો પાઠ કરો. 21 મંગળવાર સુધી આ ઉપાય કરવાથી તમારા બધા શત્રુઓનો નાશ થશે.
4. જો તમે કોઈ ગંભીર રોગથી પરેશાન છો, તો મંગળવારે એક વાસણમાં પાણી લઈને હનુમાનજીની મૂર્તિની સામે રાખો અને દવાની સારવાર સાથે હનુમાન બાહુકનો પાઠ કરો અને હનુમાન બાહુકનો પાઠ પુરો કર્યા પછી તે પાણી પી લો. ત્યારપછી વાસણમાં બીજુ પાણી ભરો અને 21 મંગળવાર સુધી સતત આ કામ કરો. આ ઉપાય કરવાથી વ્યક્તિ તમામ રોગોથી મુક્તિ મળશે.
આ પણ વાંયો:
બુધનું ગોચર મેષ-વૃષભ સહિત આ 6 રાશિઓને કરાવશે બંપર ફાયદો, ભાગ્ય ખુલી જશે
મોતની ખુરશી! 300 વર્ષ જુની ખુરશીએ લીધો છે 63 લોકોનો ભોગ, જાણો શ્રાપિત ખુરશીની કહાની
રાશિફળ 28 ફેબ્રુઆરી: આ જાતકો માટે ભારે ઉથલપાથલવાળો રહેશે દિવસ, વાણી પર સંયમ રાખવો
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. zee24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube