Holi 2023: હોળીમાં ભીના થયા બાદ પણ તમારા સ્માર્ટફોનને નહીં થાય કોઈ નુકસાન, જાણો કઈ રીતે

Holi Smartphone Tips: હોળીના તહેવાર પર રંગ અને પાણીથી સ્માર્ટફોનને સુરક્ષિત રાખવા માટે લોકો અલગ-અલગ પ્રકારના ઉપાયો કરતા હોય છે. પણ તોય ફોન ઘણીવાર પલળી જાય છે. અને ખરાબ થઈ જાય છે. તમારા ફોનને તમે કેવી રીતે બચાવવો તે વિચારતા હોવ છો.

Holi 2023: હોળીમાં ભીના થયા બાદ પણ તમારા સ્માર્ટફોનને નહીં થાય કોઈ નુકસાન, જાણો કઈ રીતે

Holi Smartphone Tips: હોળીના તહેવાર પર રંગ અને પાણીથી સ્માર્ટફોનને સુરક્ષિત રાખવા માટે લોકો અલગ-અલગ પ્રકારના ઉપાયો કરતા હોય છે. પણ તોય ફોન ઘણીવાર પલળી જાય છે. અને ખરાબ થઈ જાય છે. તમારા ફોનને તમે કેવી રીતે બચાવવો તે વિચારતા હોવ છો. તો અમે તમને જણાવીશું કે હોળીમાં કેવી રીતે તમારો સ્માર્ટફોન ભીનો થતો બચાવવો. 
 
Smartphone Waterproofing
હોળીના તહેવારમાં તમે ગમે તેટલા સ્માર્ટફોનને સુરક્ષિત રાખવાની પ્રયાસ કરો પણ રંગ અને પાણી તેના પર પડી જાય છે. ઘણી વાર ફોટોગ્રાફી કરતા સમયે તેના પર પાણી જાય છે. જો તમારા સ્માર્ટફોન પર પાણી પડી જાય છે. તો સરખી રીતે કામ કરવાનું બંધ કરી દે છે. ફોનની અંદર પાણી જતું રહેતુ હોવાથી તમને હોળી રમવામાં પણ ડર લાગે છે. જો તમે તમારા ફોનને હોળીના તહેવાર પર પાણી અને રંગથી બચાવવા માગો છો.  તો તમારે સ્માર્ટફોનને સંપૂર્ણપણે વોટરપ્રૂફ બનાવવો પડશે. 

વોટરપ્રૂફ કવરનો કરો ઉપયોગ
વોટરપ્રૂફ કવરનો ઉપયોગ વધુ પડતા લોકો તે એડવેન્ચરના સમયે કરતા હોય છે. વાસ્તવમાં આ એક ઝિપ લૉક જેવું છે. જેમાં એકવાર સ્માર્ટફોન મૂક્યા પછી તે સંપૂર્ણપણે એર ટાઈટ બની જાય છે. અને પાણીમાં પડ્યા પછી પણ તેમાં રાખેલો સ્માર્ટફોન સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે. જો તમે તમારા સ્માર્ટફોન માટે આ કવર ખરીદવા માંગો છો, તો તમે તેને ફક્ત 200 થી 300 રૂપિયા ખર્ચીને તમારા માટે મેળવી શકો છો. તેનો ઉપયોગ તમારા સ્માર્ટફોનને માત્ર પાણીથી જ નહીં પણ રંગોથી પણ સુરક્ષિત રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. વોટરપ્રૂફ કવર દમદાર હોય છે. અને તે ઉપયોગ માટે પણ ઘણું સારું હોય છે. 
  
ગ્લાસ બેક કવરનો કરો ઉપયોગ
 આજકાલના માર્કેટમં ગ્લાસ બેક કવર આવી ગયા છે. જેને તમે સ્માર્ટફોનમાં  લગાવીને ઉપયોગ કરી શકો છો. તેઓ સ્માર્ટફોનની બહાર ફિટ થાય છે અને તમે સ્માર્ટફોનને ધૂળ અને પાણીથી સુરક્ષિત કરી શકો છો. આ કવર થોડા મોંઘા છે પરંતુ જો તમે તેનો ઉપયોગ કરો છો, તો તમે હોળી દરમિયાન તમારા સ્માર્ટફોનને પાણી અને રંગોથી સુરક્ષિત રાખી શકો છો. આ કવર ઓનલાઈન અને ઓફલાઈન ઓર્ડર કરી શકાય છે. તેમની કિંમત રૂ.400 થી રૂ.500 સુધીની છે.
  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news