Haldi totke: આપણા દેશમાં દરેક ઘરના રસોડામાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. હળદર નો ઉપયોગ ભોજનમાં રંગત અને સ્વાદ વધારવા માટે થાય છે. જોકે હળદરનું મહત્વ આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિમાં પણ ખૂબ જ છે. હળદર ગુણોનો ખજાનો છે અને તેની મદદથી શરીરના ઘણા રોગને દૂર કરી શકાય છે. લગ્ન પહેલા પણ વર અને કન્યાને હળદર લગાડવામાં આવે છે જેથી તેમની ત્વચાની રંગત ખીલી જાય. આમ હળદર નો ઉપયોગ આપણા જીવનમાં અલગ અલગ રીતે કરવામાં આવે છે. આવી જ રીતે વાસ્તુશાસ્ત્રમાં પણ હળદરના ઉપયોગને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. હળદર નો ઉપયોગ કરવાથી વાસ્તુદોષ દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. જો તમારા ઘર પરિવારમાં પણ આર્થિક સમસ્યાઓ હોય તો હળદર સંબંધીત આ ઉપાય તમે કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


કેવી રીતે લગાવવો જોઈએ ભગવાનને ભોગ ? 99 ટકા લોકો નથી જાણતા સાચી રીત અને કરે છે ભુલ


કરજ મુક્તિ માટે મહાશિવરાત્રિ પર કરો આ ઉપાય, એક ઝટકામાં દુર થશે ચિંતા


સોમવતી અમાસના દિવસે કરેલી આ ભુલ જીવન કરે છે બરબાદ, તુટી પડે છે દુ:ખના ડુંગર


અટકેલું ધન પ્રાપ્ત કરવા માટે


હળદર ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. ગુરૂવારના દિવસે હળદરનો આ ઉપાય કરવાથી આર્થિક પરેશાની દૂર થાય છે. હળદર ખૂબ જ પવિત્ર વસ્તુ છે તેનો ઉપાય કરવાથી અટકેલું ધન પ્રાપ્ત થાય છે. તમારા રૂપિયા અટકેલા હોય અને તમારે તેને પરત પ્રાપ્ત કરવા હોય તો ચોખાને હળદર થી રંગી અને પોતાના પર્સ અથવા તો તિજોરીમાં રાખી દો. આમ કરવાથી ધન પ્રાપ્ત થાય છે.


કાર્યમાં સફળતા માટે


ઘણી વખત તમે લાખ પ્રયત્નો કરો છતાં પણ કાર્યમાં સફળતા મળતી નથી. તેવામાં હળદરનો આ ઉપાય તમને સફળતા અપાવી શકે છે. તેના માટે તમારે હળદરના ગાંઠિયા થી માળા તૈયાર કરવાની છે. આ માળા ભગવાન ગણેશની અર્પણ કરવાની છે. આમ કરવાથી તમને કાર્યમાં સફળતા મળશે.


ધનપ્રાપ્તિ માટે


જો તમે હજારો રૂપિયા કમાવ છો તેમ છતાં હાથમાં રૂપિયા ટકતા ન હોય તો આ સમસ્યાથી મુક્તિ મેળવવા માટે હળદરનો આ ઉપાય કરવો. એક લાલ કપડું લેવું અને તેમાં હળદર ની ગાંઠને બાંધીને શુભ મુહરતમાં તિજોરીમાં રાખી દેવી. આમ કરવાથી તમારી ધન સંબંધિત સમસ્યા દૂર થશે અને ઘરમાં લક્ષ્મીજીનો વાસ થશે.