Mangal Ane Surya Ni Yuti: જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહ એક નિશ્ચિત સમયગાળા પર ગોચર કરીને અન્ય ગ્રહ સાથે યુતિ બનાવે છે જેનો પ્રભાવ માનવ જીવન અને પૃથ્વી પર સીધી રીતે જોવા મળે છે. અત્રે જણાવવાનું કે ગ્રહોના રાજ સૂર્ય અને સાહસ તથા શૌર્યના દાતા મંગળ ગ્રહની કન્યા રાશિમાં યુતિ બનવા જઈ રહી છે. અત્રે જણાવવાનું કે આ યુતિ સપ્ટેમ્બરમાં બનવા જઈ રહી છે. જેનો પ્રભાવ તમામ રાશિઓના જાતકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે કે જેમના માટે આ યુતિ ખુબ લાભકારી રહી શકે છે. જાણો આ લકી રાશિઓ વિશે....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંહ રાશિ
તમારા જીવનમાં મંગળ અને સૂર્યની યુતિ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિથી ધન અને વાણીના સ્થાને બનશે. આથી આ સમયગાળામાં તમને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. આ સાથે જ આ સમયગાળામાં તમે કોઈ નવી યોજના શરૂ કરવાની યોજના ઘડી રહ્યા હોવ તો તમને સારો લાભ થઈ શકે છે. વેપારીઓને આ સમયમાં ઉધાર કે ફસાયેલું ધન પાછું મળી શકે છે. આ સમયગાળામાં તમારી વાણીમાં પ્રભાવ જોવા મળશે જેનાથી લોકો તમારાથી ઈમ્પ્રેસ થશે. 


મિથુન રાશિ
મંગળ અને સૂર્યની યુતિ મિથુન રાશિવાળા માટે અનુકૂળ સાબિત થશે. કારણ કે આ યુતિ તમારી ગોચર કુંડળીના ચતુર્થ ભાવમાં બની રહી છે. આથી આ સમય તમને બધાને ભૌતિક સુખોની પ્રાપ્તિ થઈ શકે છે. આ સમયગાળામાં તમે વાહન અને પ્રોપર્ટી પણ ખરીદી શકો છો. આ દરમિયાન તમે જે પણ મુસાફરી કરશો તે સફળ રહેશે અને તમને સારો લાભ મળશે. આ સાથે જ માતાનો સહયોગ મળશે. વેપાર પ્રોપર્ટી, રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલો હશે તો અચાનક ધનલાભ થઈ શકે છે. 


ધનુ રાશિ
મંગળ અને સૂર્યદેવનો સંયોગ ફાયદાકારક બની શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિના કર્મભાવમાં બની રહી છે. આથી આ સમય તમારી ઈચ્છાપૂર્તિનો રહેશે. આજીવિકાના ક્ષેત્રમાં વધારો થશે. જે લોકો નવી નોકરીની શોધમાં છે તેમને નવી નોકરી મળી શકે છે. આ સાથે જ કારોબારીઓને આ સમયમાં સારો ધનલાભ થઈ શકે છે. આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ સારી થશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)