નવી દિલ્લીઃ આપણાં મોટાભાગના તહેવારો સાથે કોઈકને કોઈક પૌરાણિક કથાઓ પણ જોડાયેલી છે. એવી જ રીતે ઉત્તરાયણના પર્વ સાથે પણ મહાભારત કાળની એક વિશે કહાની જોડાયેલી છે. માન્યતા છે કે સૂર્યના ઉત્તરાયણ થવાથી મનુષ્યની કાર્યક્ષમતામાં વધારો થાય છે. મકર સંક્રાંતિ પર્વ ઉપર તલ અને ગોળથી બનેલી વસ્તુઓનું દાન કરવું જોઇએ. ધર્મ ગ્રંથો પ્રમાણે આ દિવસે તલનું દાન કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર તો થાય છે, સાથે જ તલ દાનથી અનેક ગણું પુણ્ય ફળ મળે છે. જેનાથી સમૃદ્ધિ અને સૌભાગ્ય વધે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મકર સંક્રાંતિ અને ઉત્તરાયણમાં છે ફરક?
સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધન રાશીમાંથી મકર રાશીમાં પ્રવેશે ત્યારે મકર સંક્રાંતિ શરૂ થાય છે, જે 14 જાન્યુઆરીની આસપાસ આવે છે. ઇ.સ. 2016ના વર્ષમાં ખગોળીય દૃષ્ટીએ મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીના બદલે 15 જાન્યઆરીના દિવસે હતી.એટલે મકર સંક્રાંતિ 14મી તારીખે હોય તેવું જરૂરી નથી પરતુ ઉતરાયણ 14 તારીખે જ મનાવવામાં આવે છે.


મકર સંક્રાંતિના દિવસે અલગ-અલગ જગ્યાએ થાય છે મેળા:-
મકર સંક્રાંતિ પર ઘણા મેળાઓ યોજાય છે, ખૂબજ પ્રખ્યાત મેળો કુંભ મેળો છે જે દર બાર વર્ષે હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકમાં વારાફરતી યોજાય છે. માઘ મેળોએ મીની કુંભ મેળો છે જે દર વર્ષે પ્રયાગમાં યોજાય છે.ગંગાસાગર મેળો બંગાળના ઉપસાગરને મળે છે ત્યાં યોજાય છે.કેરળનાં સબરીમાલામાં મકર સંક્રાંતિ ઉજવાય છે, જ્યાં 'મકર વિલક્કુ' ઉત્સવ પછી 'મકર જ્યોથી' નાં દર્શન કરાય છે.


ઉત્તરાયણનું ધાર્મીક મહત્વ:-
મકર સંક્રાંતિનો દિવસ જુનુ ત્યજીને નવું અપનાવાનો છે.ગુજરાતમાં આ દિવસે ઘઉં, બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે, બહેન-દિકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે.આ ઉપરાંત ઘઉંની ધુધરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે.ભારતનાં અન્ય પ્રાંતોમાં આજનાં દિવસે માલિક પોતાનાં નોકરોને અન્ન,વસ્ત્ર અને ધન વગેરે સામગ્રી દાન-ભેટ સ્વરૂપે આપે છે.મકર સંક્રાંતિનાં પછીનાં દિવસે પશુ-પ્રાણીઓ,ખાસતો ગાયને પણ દાન કરાય છે..નાની બાળાઓનાં હસ્તે પશુ,પક્ષી અને માછલીઓને ભોજન ખવડાવાય છે.આ દિવસે યાત્રા-પ્રવાસ કરવો અનુચિત મનાય છે,કારણકે આ દિવસ કુટુંબ-પરિવારનાં મિલન અને પરિવાર માટે સમર્પણનો છે.


દેવતાઓના દિવસની શરૂઆતઃ-
આ અંગે માન્યતા છે કે સૂર્યના ઉત્તરાયણ થવાથી દેવતાઓના દિવસની શરૂઆત થાય છે. જેના કારણે આ પર્વનું ખાસ મહત્વ છે. ખરમાસના કારણે 16 ડિસેમ્બરથી બંધ માંગલિક કાર્યો મકર સંક્રાંતિ પછી શરૂ થઇ જશે. મકર સંક્રાંતિ પછી ગૃહ પ્રવેશ, લગ્ન તથા નવા વેપારનું શુભ મુહૂર્ત શરૂ થાય છે.


ભીષ્મ પિતામહે ઉત્તરાયણનો દિવસ પસંદ કર્યો હતોઃ-
માન્યતા છે કે મકર સંક્રાંતિથી સૂર્યના કિરણો સ્વાસ્થ્ય અને શાંતિ વધારે છે. પૌરાણિક કથા પ્રમાણે  સૂર્યના ઉત્તરાયણ થવાથી જ ભીષ્મ પિતામહે પોતાની ઇચ્છાથી શરીરનો પરિત્યાગ કર્યો હતો. એવી પણ માન્યતા છે કે મકર સંક્રાંતિના દિવસે જ ગંગાજી ભાગીરથ ઋષિની પાછળ-પાછળ ચાલીને કપિલ ઋષિના આશ્રમ સુધી પહોંચ્યા હતાં.


ઉત્તરાયણનું ભૌગોલિક મહત્વ:
ઉત્તરાયણના દિવસની રાત આ વર્ષની રાત્રિઓ કરતા લાંબી હોય છે.ઉત્તરાયણના દિવસની રાત્રિ 13 કલાક અને 12 મિનિટની હોય છે.ઉત્તરાયણનો દિવસ 10 કલાક અને 48 મિનિટનો હોય છે. 21 જૂનનો દિવસ દક્ષિણાયનના દિવસ તરીકે ઓળખાય છે. 21 જૂને સૌથી લાંબો દિવસ હોય છે જ્યારે 21 ડિસેમ્બરે સૌથી લાંબી રાત્રિ હોય છે.સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધ પર સીધા પડતાં હોવાથી ઉત્તર ગોળાર્ધમાં લાંબી રાત્રિઓનો સમય હોય છે.