Valentine Day 2023 Rashifal: આ 2 રાશિના જાતકો માટે ખુબ જ લકી છે વેલેન્ટાઈન ડે, જાણો કોને મળશે સાચો પ્રેમ
Valentine Day 2023 Rashifal: યોગ્ય જીવનસાથી મળવું એ નસીબ અને ગ્રહો- નક્ષત્રોની ચાલ પર પણ આધાર રાખે છે. કુંડળીમાં ચંદ્ર મનને અને શુક્ર ભાવનાઓને નિયંત્રિત કરે છે. ત્યારે મંગળ પ્રેમની લાગણીઓમાં વેગ લાવે છે.
Valentine Day 2023: પ્રેમમાં હોવું ખૂબ જ સ્વાભાવિક છે. પરંતુ પ્રેમ માટે યોગ્ય જીવનસાથી મળવું એ નસીબ અને ગ્રહો-નક્ષત્રોની ચાલ પર પણ આધાર રાખે છે. કુંડળીમાં ચંદ્ર મનને નિયંત્રિત કરે છે અને શુક્ર ભાવનાઓને નિયંત્રિત કરે છે. ત્યારે મંગળ પ્રેમની લાગણીઓમાં વેગ લાવે છે. 14 ફેબ્રુઆરીએ આજે વેલેન્ટાઈન ડે છે. આ વેલેન્ટાઈન બે રાશિઓ માટે ખૂબ જ શુભ છે. આવો અમે તમને જણાવીએ કે પ્રેમના મામલામાં રાશિચક્રનો સ્વભાવ કેવો હોય છે અને આ વેલેન્ટાઈન તમામ રાશિઓ માટે કેવું રહેશે.
મેષ- જો પ્રેમમાં ભટકાવ ન હોય તો પ્રેમ આ લોકો માટે ભાગ્યશાળી છે. જો મેષ રાશિનો કોઈ વ્યક્તિ પોતાના દિલની વાત કોઈને કહેવા માંગતો હોય તો તેણે હંમેશા કંઈક મીઠી વસ્તુ ભેટ આપીને શરૂઆત કરવી જોઈએ. આ વર્ષ તમારા સંબંધો ખુશહાલ રહેશે.
વૃષભઃ- પ્રેમના મામલામાં આ લોકોએ ઘણીવાર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ આ વર્ષનો વેલેન્ટાઈન તમારી રાશિ માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે. તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો પહેલા કરતા પણ વધુ મજબૂત બનશે. લવ મેરેજનો પ્રસ્તાવ પણ આગળ વધી શકે છે.
મિથુન- પ્રેમ ઘણીવાર આ લોકો માટે દુવિધા અને તણાવનું કારણ બને છે. પરંતુ આ વર્ષનો વેલેન્ટાઈન ડે તમારા માટે શાનદાર રહેશે. તમને ખોવાયેલો પ્રેમ મળવાની પણ સંભાવના છે.
કર્કઃ- આ વેલેન્ટાઈન ડે કર્ક રાશિના લોકો માટે પણ ઘણો સારો રહેશે. જો કે તમારે ગુસ્સાથી બચીને તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે. બની શકે તો પ્રેમના મામલામાં ઉતાવળ ન કરવી.
આ પણ વાંચો:
સૌરાષ્ટ્ર યુનિ. બની રાજકીય અખાડો! પ્રો. ગિરીશ ભીમાણી વિરુદ્ધ એવા આરોપો લાગ્યા કે...!
WPL 2023: 60 કરોડમાં 87 મહિલા ક્રિકેટર્સની ખરીદી, જુઓ કઈ ટીમમાં ક્યા-ક્યા ખેલાડી
રીલાયન્સના પરિમલ નથવાણીએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને કેમ કરવી પડી વિનંતી, જાણો શું છે કેસ
સિંહઃ- સિંહ રાશિના લોકો પ્રેમની બાબતમાં ખૂબ જ ભાગ્યશાળી હોય છે. જો આ લોકો પ્રેમ કરે છે, તો તેઓને તેમના કરિયરમાં તેમના જીવનસાથીનો ઘણો સપોર્ટ મળે છે. જો કે આ વેલેન્ટાઈન આ લોકોએ થોડા સાવધ રહેવાની જરૂર છે.
કન્યાઃ- કન્યા રાશિના લોકો ક્યારેય કોઈની મદદ કરવામાં પાછળ પડતા નથી. જો તમે કન્યા રાશિના કોઈ વ્યક્તિના પ્રેમમાં છો, તો આ વર્ષે તમારે તેને મેળવવા માટે ખુબ મેહનત કરવી પડશે. તમે તેનો વિશ્વાસ જીત્યા પછી જ તેનું દિલ જીતી શકશો.
તુલાઃ- ઘણીવાર પ્રેમના કારણે આ લોકોએ પોતાનું ઊંચું પદ ગુમાવવું પડે છે. આ વેલેન્ટાઈન પર તમને કોઈ લગ્ન માટે પ્રપોઝ કરી શકે છે. વિવાહિત જીવનમાં કોઈ સમસ્યા હોય તો તેને દૂર કરવા પાર્ટનરને ગિફ્ટ આપવી જોઈએ.
વૃશ્ચિક- જો પ્રેમ લગ્ન હોય તો તેઓ જીવનના તમામ ઉતાર-ચઢાવથી બચી શકે છે. વૃશ્ચિક રાશિના લોકો માટે વેલેન્ટાઈન ડે ખૂબ જ સારો રહેવાનો છે. કોઈને પ્રપોઝ કરવા માટે આ સમય સારો છે. આ રાશિના જાતકોને ઇચ્છિત પરિણામ મળવાની સંભાવના છે.
ધનુ- પ્રેમનો અસ્વીકાર કરવાથી તેમની આર્થિક સ્થિતિમાં બાધા આવી શકે છે. ધનુ રાશિના લોકો માટે આ વેલેન્ટાઈન ડે ખૂબ જ મિક્સ રહેવાનો છે. જોકે બિનજરૂરી બાબતો અંગે વાદ-વિવાદ થઈ શકે છે. એટલા માટે એવી કોઈપણ ભૂલ ન કરો જેનાથી પાર્ટનરનું દિલ દુખી થાય.
મકર- એકંદરે પ્રેમ તેમના માટે નુકસાનકારક છે. સાચો પ્રેમ શોધવો એ આ વર્ષે તમારી સૌથી મોટી જરૂરિયાતોમાંની એક હશે. જો કે આ બાબતે તમારે ખૂબ જ કાળજીપૂર્વક આગળ વધવું પડશે. તમારો સ્વભાવ કે વાણી આ બાબતે સમસ્યા બની શકે છે.
કુંભ- આ રાશિના જાતકો યોગ્ય અને સાચા પ્રેમને ઓળખવાનો પ્રયાસ કરો. વેલેન્ટાઇન ડે પર, તમે નવા સંબંધો વિશે વિચારી શકો છો અથવા સાથે આગળ વધી શકો છો. કેટલાક લોકોને નવા રોમેન્ટિક સંબંધમાં ઠોકર પણ વાગી શકે છે માટે સાવચેત રહેવુ.
મીન- ઈમાનદારીથી કરેલ પ્રેમ તેમને જીવનમાં ઉંચાઈ પર લઈ જઈ શકે છે. વેલેન્ટાઈન ડે પર તમારા જીવનમાં કોઈ નવા વ્યક્તિની એન્ટ્રીની પૂરી શક્યતાઓ છે. થોડા સમય પછી તમે તેમને લગ્ન માટે પ્રપોઝ પણ કરી શકો છો.
આ પણ વાંચો:
ઓ બાપ રે! હવે છોકરીઓ નહીં છોકરાઓ પણ નથી સુરક્ષિત, 5 છોકરાઓએ સગીર પર કર્યો રેપ
VIDEO: ટેરેસ પર છોકરી છોકરો કરી રહ્યા હતા આ કામ, મમ્મી એ આવીને ખેલ બગાડ્યો, પછી...'
પ્રેમ નહિ મળે અને મુસીબત ગળે પડશે! ઓનલાઈન ડેટિંગ કરતી વખતે આ 5 સ્કેમ્સને ટાળો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube