Variyan Yoga 2023: જૂન મહિનાનો પ્રારંભ થઈ ચુક્યો છે. જૂન મહિનામાં ઘણી રાશિના જાતકો માટે કરિયરમાં સફળતા અને ધન લાભના યોગ બનશે. જેની પાછળ આ મહિને બનનાર શુભ યોગ તથા ગ્રહો-નક્ષત્રોની સ્થિતિ હશે. પરંતુ જૂન મહિનાના પહેલા દિવસે એટલે કે 1 જૂને વરીયાન યોગ બન્યો છે. વરીયાન યોગ તમામ 27 યોગોમાંથી 18મો યોગ છે. આ એક શુભ અને પવિત્ર યોગ છે, જે આ યોગ દરમિયાન શરૂ કરવામાં આવેલા કોઈપણ કાર્યોમાં નાણાકીય લાભ, સમૃદ્ધિ, સકારાત્મકતા અને શક્તિ પ્રદાન કરે છે. આ યોગના સ્વામી ભગવાન કુબેર છે- દેવો કે દેવતાઓના કોષાધ્યક્ષ. વૈદિક જ્યોતિષ અને હિન્દુ ધર્મમાં પણ મુહૂર્તનું ખુબ મહત્વ છે અને દરેક શુભ કાર્ય કોઈ વિશેષ દિવસે બનનારા યોગ કે મુહૂર્તને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. જાણો જૂન મહિનાના પહેલા દિવસે બનેલા વરીયાન યોગથી ક્યા જાતકોને લાભ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિઃ મેષ રાશિના જાતક મોટો નફો કમાશે અને વિશેષ રૂપથી વેપાર માલિકો માટે આ સારો સમય રહી શકે છે. નોકરી કરનાર વ્યક્તિ વધારાની આવક મેળવી શકશે. જો તમે પગાર વધારાની આશા રાખી રહ્યાં છો તો આ દરમિયાન પ્રમોશન કે કોઈ વધારાની જવાબદારી કે ભૂમિકા મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થશે. 


આ પણ વાંચોઃ 7 જૂને બુધ ગ્રહ કરશે વૃષભ રાશિમાં પ્રવેશ, આ 3 રાશિના લોકોએ 24 જૂન સુધી રહેવું સાવધાન


વૃષભ રાશિઃ વૃષભ રાશિના જાતકો ચોક્કસ પૈસા કમાશે અને અચાનક ધન લાભ થઈ શકે છે. આ દિવસોમાં તમે જે કમાણી કરશો તે તમારી મહેનત તથા પ્રયાસોથી થશે. તમે તમારી રણનીતિ અને બુદ્ધિનો ઉપયોગ કરી જોખમ ઉઠાવવા અને કમાણી કરવા માટે સંપૂર્ણ રીતે સાહસી હશો. ખાનગી ક્ષેત્ર, સરકારી ક્ષેત્ર કે વ્યવસાય માલિકો માટે કામ કરનાર વ્યક્તિઓ માટે આ સારો દિવસ છે. 


સિંહ રાશિઃ સરકારી ક્ષેત્રમાં કાર્યરત સિંહ રાશિના જાતકોને આ યોગથી ખુબ લાભ થશે. આ યોગ દરમિયાન તમારી પાસે આવકનો નવો સ્ત્રોત ઉભો થઈ શકે છે અને તમારી આશા કરતા વધુ કમાણી થઈ શકે છે. તમારા બોસ કે અધિકારી તમારા કામથી ખુશ થઈ શકે છે.


તુલા રાશિઃ તુલા રાશિના જાતકોને પણ વેપાર કે કામમાં વૃદ્ધિનો અનુભવ થઈ શકે છે. જો તમારૂ કોઈ કામ અટવાયેલું છે તો તેને ગતિ મળશે. પૂર્વમાં તમે કરેલા રોકાણથી સારો લાભ મળશે જેનાથી તમારી આર્થિક મુશ્કેલી દૂર થઈ શકે છે. સમાજમાં તમારી આર્થિક સ્થિતિમાં વૃદ્ધિ થશે. 


આ પણ વાંચો- એક સપ્તાહ બાદ બુધ કરશે વૃષભ રાશિમાં ગોચર, આ 5 રાશિના જાતકોને જલસા


(આ લેખમાં આવેલી જાણકારી પર અમે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube