Budh Gochar: 7 જૂને બુધ ગ્રહ કરશે વૃષભ રાશિમાં પ્રવેશ, આ 3 રાશિના લોકોએ 24 જૂન સુધી રહેવું સાવધાન

Budh Gochar 2023: જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહને ગ્રહોના રાજકુમાર કહેવાય છે. બુધ ગ્રહ તર્ક અને સંવાદનો કારક છે. વાણીનો કારક ગ્રહ બુધ સાત જુને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. અહીં 24 જૂન સુધી બુધગોચર કરશે અને પછી મિથુન રાશિમાં ગોચર કરશે. બુધના આ રાશિ પરિવર્તનથી ત્રણ રાશિના લોકોને સાવધાન રહેવાની જરૂર છે. 24 જૂન સુધીનો સમય આ ત્રણ રાશીના જાતકો માટે મુશ્કેલીઓ ભરેલો હોઈ શકે છે. 

મેષ રાશિ

1/3
image

મેષ રાશિના જાતકો માટે 24 જૂન સુધીનો સમય અનુકૂળ નથી. પરિવાર સાથે વિવાદનો સામનો કરવો પડી શકે છે. પરિવારના કોઈ વ્યક્તિ સાથે ઝઘડો થઈ શકે છે. આ સમય દરમિયાન ધનની ખામી અનુભવાશે. વૈવાહિક જીવનમાં પણ સાવધાની રાખવી. જીવનસાથી સાથે વિવાદ ન કરવા પ્રયત્ન કરવો.

તુલા રાશિ

2/3
image

આ સમય દરમિયાન કામકાજમાં સમસ્યાઓ આવી શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. જીવનમાં અણધારી ઘટનાઓ બની શકે છે. મહત્વના કામમાં ભાગ્યનો સાથ ન મળે તેવું પણ બને. તને સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. કાર્યસ્થળ પર સાવધાનીથી નિર્ણય લેવા. ઉચ્ચ અધિકારીઓ સાથે મતભેદ ટાળો

ધન રાશિ

3/3
image

ધન રાશિના જાતકો માટે પણ સાત જૂનથી 24 જૂન સુધીનો સમય સારો નથી. આ સમય દરમિયાન વાણી પર સંયમ રાખવો નહીં તો જીવનસાથી સાથેના સંબંધમાં સમસ્યા આવી શકે છે. નોકરીમાં સમસ્યાઓ નડી શકે છે. ઓફિસમાં એવું કોઈ કામ હાથમાં ન લેવું જેમાં સફળતા પ્રાપ્ત કરવામાં મુશ્કેલી થાય. આ સમય દરમિયાન સાવધાની રાખવી નહીં તો બદનામી થઈ શકે છે. આર્થિક સ્થિતિ ની દ્રષ્ટિએ આ સમય સાવચેત રહેવાનો છે. આવક ઓછી અને ખર્ચ વધી શકે છે. 

 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)