ઘરના આ વાસ્તુ દોષ ખરાબ કરી શકે છે સ્વાસ્થ્ય, જાણો સારા સ્વાસ્થ્ય માટે કેવી રીતે દુર કરવા દોષ
![ઘરના આ વાસ્તુ દોષ ખરાબ કરી શકે છે સ્વાસ્થ્ય, જાણો સારા સ્વાસ્થ્ય માટે કેવી રીતે દુર કરવા દોષ ઘરના આ વાસ્તુ દોષ ખરાબ કરી શકે છે સ્વાસ્થ્ય, જાણો સારા સ્વાસ્થ્ય માટે કેવી રીતે દુર કરવા દોષ](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/styles/zm_500x286/public/2023/04/13/439316-health-vastu.jpg?itok=iVSeDxxH)
Vastu Tips: જો વાસ્તુ અનુસાર ઘરનું નિર્માણ ન થયું હોય અથવા તો વાસ્તુના નિયમનું પાલન ન થાય તો ઘરમાં રહેતા લોકો આર્થિક દ્રષ્ટિએ તો પરેશાન રહે જ છે પરંતુ તેની સાથે શારીરિક અને માનસિક રીતે પણ અસ્વસ્થ રહી શકે છે.
Vastu Tips: ઘરની બનાવટ જ નહીં પરંતુ તેનું ફર્નિચર પણ ઘરના વાસ્તુને પ્રભાવિત કરે છે. જો ઘરમાં વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવામાં આવે તો હંમેશા સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે અને તેમાં વધારો થાય છે. પરંતુ જો વાસ્તુ અનુસાર ઘરનું નિર્માણ ન થયું હોય અથવા તો વાસ્તુના નિયમનું પાલન ન થાય તો ઘરમાં રહેતા લોકો આર્થિક દ્રષ્ટિએ તો પરેશાન રહે જ છે પરંતુ તેની સાથે શારીરિક અને માનસિક રીતે પણ અસ્વસ્થ રહી શકે છે. તેમનું જીવન અનેક કષ્ટોથી ઘેરાઈ જાય છે. તો ચાલો આજે તમને વાસ્તુના એવા સરળ નિયમો વિશે જણાવીએ જેનું પાલન કરવાથી તમે સ્વસ્થ અને સુખી જીવન જીવી શકો છો.
આ પણ વાંચો:
ગુરુવારે કરેલો આ અચૂક ઉપાય ખોલી દેશે ભાગ્યના બંધ દરવાજા, કાર્યમાં આવેલી બાધા થશે દુર
તુલસીના 11 પાન બદલી દેશે તમારું ભાગ્ય, પૈસાની નહીં રહે ખામી
દિવસ સારો જાય અને કાર્યમાં મળે સફળતા તેવી ઈચ્છા હોય તો દિવસની શરુઆત કરો આ કામથી
વાસ્તુ શાસ્ત્રના આ નિયમનું કરો પાલન
1. પૂર્વ તેમજ ઉત્તર દિશા હળવી અને અન્ય કરતાં નીચી હોવી જોઈએ. તેમજ દક્ષિણ અને પશ્ચિમ દિશામાં ભારી તેમજ ઉંચી હોવી જોઈએ. જો પૂર્વ દિશા માં કોઈ ભારે વસ્તુ રાખી હોય અને પશ્ચિમ દિશા એકદમ ખાલી હોય તો ત્યાં રહેતા વ્યક્તિને અનિંદ્રા થઈ શકે છે. આ સમસ્યા કાઢવી હોય તો પૂર્વ દિશા ને ખાલી રાખવી અને ભારી વસ્તુ પશ્ચિમ દિશામાં રાખવી.
2. જો ઘરની મુખ્ય વ્યક્તિ અગ્નિ અથવા તો વાયવ્ય ખૂણાના બેડરૂમમાં સૂતા હોય અને માથું ઉત્તર દિશા તરફ રાખવામાં આવે તો વ્યક્તિને બેચેની, માથામાં દુખાવો, ચક્કર આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો સ્વાસ્થ્ય સારું રાખવું હોય અને ધન આગમન પણ જાળવી રાખવું હોય તો પૂર્વ દિશા તરફ પગ કરીને સૂવું ઉત્તમ મનાય છે.
3. જે ઘરમાં ઉતર પૂર્વ દિશામાં પાણીનો સ્ત્રોત રાખવામાં આવે છે ત્યાં સંતાન સુંદર અને નિરોગી રહે છે આવા ઘરમાં રહેતા લોકો સ્વસ્થ રહે છે અને તેમની રોગપ્રતિકારક ક્ષમતા પણ વધે છે.
4. રસોડામાં રસોઈ કરતી વખતે ગૃહિણીનું મુખ દક્ષિણ દિશા તરફ રહેતું હોય તો ત્વચા તેમજ હાડકાના રોગ થઈ શકે છે. જો પશ્ચિમ દિશા તરફ મુખ રહેતું હોય તો આંખ નાક અને કાનમાં સમસ્યા થઈ શકે છે. વાસ્તુ અનુસાર પૂર્વ દિશા તરફ મુખ રહે તે રીતે રસોઈ કરવાથી સ્વાસ્થ્ય શ્રેષ્ઠ રહે છે.
5. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દીવાલો પર રંગ કરવામાં પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. દિવાલોને રંગ કાળા અથવા તો ઘાટા કલરના હોય તો ત્યાં રહેતા વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે. સારા સ્વાસ્થ્ય માટે ઘરની દીવાલોને હળવા રંગ કરવા જોઈએ.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)