Vastu Tips for Money: વાસ્તુશાસ્ત્રનું આપણા જીવનમાં ઘણું મહત્વ હોય છે. વાસ્તુ અનુસાર જો ઘરમાં વ્યવસ્થા હોય તો જીવનમાં સુખ અને સમૃદ્ધિ સતત વધે છે. ખાસ કરીને ઘરના મુખ્ય દ્વાર સંબંધિત વાસ્તુના ઉપાયોનું ખાસ ધ્યાન રાખવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે અને ઘરમાં લક્ષ્મીજીનું આગમન થાય છે. આજે તમને ઘરના મુખ્ય દ્વાર સંબંધિત કેટલીક વાસ્તુ ટીપ્સ વિશે જણાવીએ. આ ઉપાય કરવાથી ઘરમાં લક્ષ્મી આકર્ષિત થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


3 દિવસમાં પલટી મારશે આ રાશિના લોકોનું ભાગ્ય, સૂર્ય અને બુધ કરશે માલામાલ


Astro Tips: મીઠાના આ ટોટકા રંકને પણ બનાવી શકે છે રાજા, કરવાથી અચાનક થાય છે ધન લાભ


Shukra Dosh: આ સરળ ઉપાય અને મંત્ર જાપથી શુક્ર દોષ થશે દુર, જીવનમાં મળશે સુખ-સમૃદ્ધિ
 
- વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજા ઉપર ગણેશજીની મૂર્તિ રાખવી શુભ માનવામાં આવે છે. ભગવાન ગણેશની એવી મૂર્તિ ઘરના મુખ્ય દરવાજા પર રાખવી જોઈએ જેમાં તેઓ બિરાજમાન હોય. આવી મૂર્તિ રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.


- ઘરના મુખ્ય દરવાજા પર લક્ષ્મીના ચરણ બનાવવા જોઈએ. માં લક્ષ્મીના ચરણ ઘરની અંદર જતા હોય તેમ બનાવવા જોઈએ. સાથે જ દરરોજ સાંજે ઘરના મુખ્ય દરવાજા પર રંગોળી બનાવવી પણ શુભ માનવામાં આવે છે.  


- જો ઘરમાં સુખ-શાંતિ જળવાતી ન હોય તો ઘરના મુખ્ય દ્વાર પર લીંબુ અને મરચાં લટકાવવા જોઈએ. શનિવારે લીંબુ-મરચાને કાળા દોરામાં બાંધીને મુખ્ય દરવાજા પર લગાવો.


- વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર તોરણ લગાવવું જોઈએ. તોરણ આંબા અને આસોપાલવના પાનથી જ બનાવવું જોઈએ. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)