નવી દિલ્હીઃ Vastu Tips For Money: વાસ્તુ શાસ્ત્રમાં દરેક એક વસ્તુમાં ખાસ ઉર્જા જણાવવામાં આવી છે. ઘરની દરેક કિશા અને રૂમના ચોક્કસ નિયમ જણાવવામાં આવ્યા છે. ઘણીવાર રાત-દિવસ મહેનત કરવા છતાં ઘરમાં ધનનું આગમન થતું નથી કે પછી ઘરમાં પૈસા ટકતા નથી. વાસ્તુમાં પર્સ અને ધન સાથે જોડાયેલા ઘણા નિયમ જણાવવામાં આવ્યા છે, જાણો તેના વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફાટેલું પર્સ બનાવે છે કંગાળ
વાસ્તુમાં ફાટેલા પર્સનો ઉપયોગ કરવો અશુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે ફાટેલું પર્સ રાખવાથી મા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને તેના કારણે વ્યક્તિ કંગાળ થઈ જાય છે. ફાટેલા પર્સનો ઉપયોગ કરનાર લોકો આજીવન આર્થિક ગંતીનો સામનો કરે છે. પર્સને ક્યારેય ભરીને ન રાખવું જોઈએ અને તેમાં કોઈ નકામા કાગળ પણ ન રાખવા જોઈએ. માનવામાં આવે છે કે પર્સમાં નકામી વસ્તુ રાખવાથી ગરીબી આવે છે. 


વાસ્તુ અનુસાર હંમેશા સ્વચ્છ અને નવુ પર્સ પાસે રાખવું જોઈએ. જો તમને તમારૂ પર્સ ખુબ ગમે છે અને ફાટ્યા બાદ પણ તમે તેને ફેંકવા ઈચ્છતા નથી તો તેની સાથે જોડાયેલા કેટલાક ઉપાય કામ આવી શકે છે. 


આ પણ વાંચોઃ આ કુંડમાં સ્નાન કરતાં મળે છે વરદાન, જન્મો-જનમ અમરા અમર રહે છે તમારો પ્રેમ


ફાટેલા પર્સમાં રાખો આ વસ્તું
જો તમને તમારા જૂના પર્સ સાથે ખુબ લગાવ છે અને તમે તેને ફેંકવા ઈચ્છતા નથી તો તમે એક કામ કરી શકો છો. નવા પર્સમાં જૂના પર્સનો દરેક સામાન રાખી દો. હવે જૂના પર્સમાં 1 રૂપિયાનો સિક્કો લાલ કપડામાં વીંટીને રાખી દો. વાસ્તુમાં આમ કરવું શુભ માનવામાં આવે છે. તેનાથી ધનના દેવી મા લક્ષ્મીની કૃપા બનેલી રહે છે. 


જો તમને પણ તમારૂ જૂના પર્સ સાથે લગાવ છે તો તેને ફેંકો નહીં અને ખાલી પણ ન રાખો. તમે જૂના પર્સમાં લાલ કપડામાં થોડા ચોખાના દાણા નાખીને કેટલાક દિવસ માટે રાખો. બાદમાં તેને તમારા નવા પર્સમાં રાખી દો. વાસ્તુ અનુસાર આમ કરવાથી જૂના પર્સની સકારાત્મક ઉર્જા નવા પર્સમાં આવે છે અને ધન પ્રાપ્તિનો યોગ બને છે.


(અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. તમે કોઈ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube