Vastu Tips of Lucky Birds: ઘણી વખત મહેનત કર્યા પછી પણ માણસને જોઈએ તે સફળતા મળતી નથી. આના માટે ક્યાંક ને ક્યાંક વાસ્તુ દોષ પણ જવાબદાર હોઈ શકે છે. ઘણી વખત આપણે જાણતા-અજાણતા એવા કામો કરી દઈએ છીએ, જેના કારણે ઘરનુ વાસ્તુ બગડી જાય છે અને ખામી સર્જાય છે. જો તમે પણ ઈચ્છો છો કે તમને ભાગ્યનો પૂરો સાથ મળે અને તમારું નસીબ ચમકે, તમને દરેક ક્ષેત્રમાં પ્રગતિ મળે, તો આ માટે ઘરમાં પાંચ પક્ષીઓની કઈ તસવીરો ફાયદાકારક સાબિત થઈ શકે છે. છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગીધની તસવીર- પશ્ચિમી વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે દરેક કાર્યમાં સફળતા મેળવવા માંગતા હોવ તો ઘરના લિવિંગ રૂમમાં ગીધની તસવીર લગાવી શકો છો. હિંદુ ધર્મમાં ગીધને ગરુડ પણ કહેવામાં આવે છે. માત્ર વાસ્તુશાસ્ત્રમાં જ નહીં, પરંતુ ફેંગશુઈ અને ચાઈનીઝ વાસ્તુશાસ્ત્રમાં પણ ગરુડને સફળતાનું પ્રતિક માનવામાં આવે છે. 


લવ બર્ડ્સનું ચિત્ર- વાસ્તુશાસ્ત્રમાં લવ બર્ડ્સને ખૂબ જ શુભ અને ભાગ્યશાળી માનવામાં આવે છે. જો તમે ઈચ્છો છો કે તમારું વિવાહિત જીવન સુખી રહે અને તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે, તો શુક્રવારે ઘરમાં લવ બર્ડ્સની તસવીર લાવીને ઉત્તરની દીવાલ પર લગાવો. આમ કરવાથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.


મોરનું ચિત્રઃ- વાસ્તુશાસ્ત્રમાં મોરનું વિશેષ મહત્વ છે. તે શુભ અને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. જો તમારા ઘરમાં વારંવાર વિવાદનું વાતાવરણ હોય તો તમે મોરનું ચિત્ર લગાવી શકો છો. તેનાથી ઘરના વાસ્તુ દોષ પણ દૂર થાય છે. ઘરની પૂર્વ દિવાલ પર મોરનું ચિત્ર લગાવવાથી તમને લાભ થઈ શકે છે.


નીલકંઠનું ચિત્ર- વાસ્તુશાસ્ત્ર મુજબ જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા વધી ગઈ હોય અને ઘરનું વાતાવરણ તંગ રહેતું હોય તો તેના માટે તમે નીલકંઠનું ચિત્ર ઘરની પૂર્વ કે ઉત્તર-પૂર્વ દિશામાં લગાવી શકો છો. આમ કરવાથી તણાવ દૂર થશે અને નકારાત્મક ઉર્જા સકારાત્મક ઉર્જામાં પરિવર્તિત થશે.


હંસનું ચિત્ર- જો તમે ઈચ્છો છો કે તમને ભાગ્યનો પૂરો સાથ મળે તો તેના માટે તમે ઘરના લિવિંગ રૂમમાં હંસનું ચિત્ર લગાવી શકો છો. આ ચિત્રને પૂર્વની દીવાલ પર લગાવવાથી તમને લાભ થઈ શકે છે. આમ કરવાથી તમને ભાગ્યનો પૂરો સાથ મળશે.


આ પણ વાંચો:
H1B વિઝા પર PM મોદીએ આપ્યા મોટા ખુશખબર, જાણો તમને શું મળશે ખાસ સુવિધા
શનિવારે કરેલા આ કામથી દુર થશે શનિની વક્ર દ્રષ્ટિનો અશુભ પ્રભાવ, શનિ દોષનું થશે દુર
વ્હાઇટ હાઉસમાં ટોપ કંપનીઓના CEOને મળ્યા પીએમ મોદી, જાણો બેઠક સાથે જોડાયેલી મોટી વાત

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube