Vikram samvat 2080: હિન્દુ નવું વર્ષ 'વિક્રમ સંવત 2080' બુધવાર, 22 માર્ચથી શરૂ થવા જઈ રહ્યું છે. કહેવાય છે કે ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ ભગવાન બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી હતી. જ્યોતિષીઓનું કહેવું છે કે જો હિંદુઓ નવા વર્ષની શરૂઆત પહેલા ઘરમાં કેટલીક લકી વસ્તુઓ લાવે છે તો તે ખૂબ જ ઉત્તમ અને મંગળકારી રહેશે. આ લકી વસ્તુઓને ઘરમાં રાખવાથી તમને આખા વર્ષ દરમિયાન શુભ ફળ મળશે. ચાલો જાણીએ આ લકી વસ્તુઓ વિશે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. લઘુ નારિયેળ 
હિંદુ નવવર્ષ પહેલા તમે લઘુ નારિયેળ ઘરે લઈ આવી શકો છો. આ નારિયેળને લપેટીને તિજોરીમાં મુકી દો. તેને ઘરમાં રાખવાથી ધન, સમૃદ્ધિ રહે છે. લધુ નારિયેળના અન્ય પ્રયોગ પણ છે. 



2. તુલસીનો છોડ
તમે હિન્દુ નવ વર્ષ નિમિત્તે તુલસીનો છોડ પણ ઘરે લાવી શકો છો. ઘરમાં કોઈપણ પ્રકારનો ઇન્ડોર છોડ લગાવવો શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તમે તુલસી લાવી શકો છો. આ છોડને ઘરમાં રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.



3. ધાતુનો કાચબો 
વિક્રમ સંવત 2080 પહેલા ધાતુનો કાચબો ખરીદવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં કાચબાને સુખ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. પિત્તળ, કાંસ્ય અથવા ચાંદીના બનેલા કાચબાને હિન્દુ નવું વર્ષ શરૂ થાય તે પહેલાં ખરીદી શકાય છે.



આ પણ વાંચો
અંતરિક્ષમાં જવું હોય તો 6 કરોડ ખર્ચો, ઈસરોના પ્રમુખે જણાવ્યો સંપૂર્ણ પ્લાન
દુનિયાના સૌથી શ્રીમંત પરિવારના પુત્રએ બાલા હનુમાન મંદિરમાં દર્શન કર્યાં, PHOTOs
પીળા દાંતના કારણે આવે છે શરમ ? તો અજમાવો આ ચારમાંથી કોઈ એક નુસખો, દાંત થઈ જશે સફેદ


4. ધાતુનો હાથી 
હિન્દુ નવા વર્ષ પહેલા ધાતુથી બનેલો હાથી પણ ઘરે લાવી શકો છો. તેનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ખરાબ શક્તિઓનો નાશ થાય છે. આ વખતે નવા વર્ષ માટે, નક્કર ચાંદીની ધાતુથી બનેલી હાથીની પ્રતિમા ખરીદો. હાથી રાખવાથી ઘરમાં શાંતિ અને સુખ-સમૃદ્ધિ બની રહે છે.



5. મોતી શંખ
મોતી શંખ રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે અને ધનની કમી નથી રહેતી. આવી સ્થિતિમાં નવા વર્ષ માટે મોતી શંખ ખરીદો. તેની પૂજા કર્યા પછી તેને જે જગ્યાએ પૈસા રાખવામાં આવ્યા હોય અથવા તિજોરીમાં રાખો. આનાથી પ્રગતિના નવા દરવાજા ખુલશે અને પૈસાની ક્યારેય કમી નહી રહે.



6. મોર પીંછ
ભગવાન કૃષ્ણનું સૌથી પ્રિય પીંછ દરેક ઘરમાં જોવા મળે છે. જો તમે તમારા ઘરને ખુશીઓથી ભરવા માંગો છો, તો હિન્દુ નવ વર્ષ પહેલા ઘરમાં મોર પીંછ રાખો. પરંતુ માત્ર 1 થી 3 મોરના પીંછા હોવા જોઈએ.



7. લાફિંગ બુદ્ધા
તમે હિન્દુ નવા વર્ષ પર લાફિંગ બુદ્ધા પણ ઘરે લાવી શકો છો. તેને હંમેશા ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં રાખો. તેને ઘરમાં રાખવાથી ક્યારેય પૈસાની કમી નથી રહેતી.



આ પણ વાંચો
જ્યાં જ્યાં વધી રહ્યા છે H3N2 ના કેસ, ત્યાં-ત્યાં કોરોનાની પણ વાપસી
સુહાગરાતે પતિને ખાસ અપાય છે દૂધમાંથી બનતું આ દમદાર પીણું, કારણ છે જાણવા જેવું

અંબાજીનાં મોહનથાળનો શું છે વિશાળ ઈતિહાસ, જાણો ક્યાં અને કેવી રીતે બની રહ્યો છે?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube