કાર્ય સફળતા અને ધન લાભની ઈચ્છા કરવી હોય પુરી તો સવારે જાગીને ન જોવી આ 4 વસ્તુઓ
Astro Tips For Morning: શાસ્ત્રોમાં એવા કામ વિશે જણાવાયું છે જેને સવારે ઉઠતાંની સાથે કરવાથી દિવસ સારો જાય છે. માનવામાં આવે છે કે આ કામ કરીને દિવસની શરુઆત કરવાથી દિવસભર કાર્યોમાં સફળતા મળે છે અને ધનલાભ પણ થાય છે. આ સાથે જ એવી વાતો વિશે પણ જણાવાયું છે જેને કરવાનું ટાળવું જોઈએ.
Astro Tips For Morning: શાસ્ત્રોમાં એવા કામ વિશે જણાવાયું છે જેને સવારે ઉઠતાંની સાથે કરવાથી દિવસ સારો જાય છે. માનવામાં આવે છે કે આ કામ કરીને દિવસની શરુઆત કરવાથી દિવસભર કાર્યોમાં સફળતા મળે છે અને ધનલાભ પણ થાય છે. આ સાથે જ એવી વાતો વિશે પણ જણાવાયું છે જેને કરવાનું ટાળવું જોઈએ. આ કામ કરવાથી દિવસભર તમારે નિષ્ફળતા સહન કરવી પડે છે.
આ કામ કરી દિવસની કરો શરુઆત
શાસ્ત્રોમાં જણાવ્યાનુસાર નિયમિત રીતે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવું જોઈએ અને સૌથી પહેલા પોતાની હથેળીઓ જોવી જોઈએ. ત્યારબાદ પૃથ્વીને સ્પર્શ કરી પ્રમાણ કરવા જોઈએ. આ રીતે તમારી સવારની શરૂઆત કરવાથી આખો દિવસ સારો જાય છે અને તમને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચો:
Shani jayanti 2023: 5 રાશિના લોકો માટે શુભ છે શનિ જયંતી, મળશે સફળતા અને અપાર ધન
શુક્રવારે ભુલથી પણ ન કરવા આ 5 કામ, માતા લક્ષ્મી છોડી દેશે ઘર અને થશે નુકસાન
ગુરુવારે કરો આ 5 મંત્રોનો જાપ, ભગવાન વિષ્ણુની કૃપાથી જીવનની સમસ્યાઓ થશે દુર
સવારે ક્યારેક ન કરવું આ કામ
વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા કાર્યો વિશે કહેવામાં આવ્યું છે જેને કરવાથી અશુભ ફળ પ્રાપ્ત થાય છે.
1. સવારે જાગીને ક્યારેય પોતાનો કે અન્યનો પડછાયો ન જોવો જોઈએ. તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. ખાસ કરીને પશ્ચિમ દિશામાં પડછાયો બિલકુલ ન જોવો.
2. સવારે જાગીને લોકો સામાન્ય રીતે અરીસામાં જુએ છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો સવારે ઉઠીને તમે અરીસો જોવો છો તો તેનાથી આખી રાતની નકારાત્મકતા તમને પ્રાપ્ત થાય છે.
3. સવારે આંખ ખોલતાની સાથે જ જંગલી કે હિંસક પ્રાણીઓની તસવીરો ન જોવી જોઈએ. એટલા માટે તમારે ઘરમાં આવી તસવીરો લગાવવાનું ટાળવું.
4. આમ તો રસોડામાં રાત્રે એઠા વાસણ રાખવા જ ન જોઈએ. પરંતુ કોઈ કારણોસર રાખતાં હોય તો સવારે ઊઠીને સીધા તે વાસણ ન જોવા જોઈએ.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)