દ્વારકા નહિ પણ સોમનાથમાં શ્રીકૃષ્ણે દેહત્યાગ કર્યો હતો, સમય હતો ચૈત્ર શુક્લ પ્રતિપદાનો બપોરે 2.27 કલાક અને 30 સેકન્ડ
Lord Krishna Death : સોમનાથ તીર્થમાં ભગવાન શ્રી કૃષ્ણના નિજધામ ગમન દિવસની ભક્તિભાવ પૂર્વક આધ્યાત્મિક ઉજવણી કરાઈ. શ્રીકૃષ્ણ ચરણપાદુકા પૂજન, ગૌ-પુજન, ધ્વજા પૂજા, વૃક્ષારોપણ, ગીતા પાઠ, વિષ્ણુયાગ, સમુહ આરતી, બ્રહ્મ ભોજન સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા... ચૈત્ર શુક્લ પ્રતિપદા એટલે કે એકમના દિવસે શ્રીકૃષ્ણ દેહોત્સર્ગ કરી સ્વધામ ગયાની શાસ્ત્રોકત કાલ ગણનાનું તારણ
somnath temple સોમનાથ : સોમનાથ ક્ષેત્ર જપ અને તપની ભૂમિ છે. આ ભૂમિ પર દરેક ચિંતા થી મુક્તિ મળે છે. એટલે જગતગુરુ શ્રી કૃષ્ણએ પોતાના વૈકુંઠ મહાપ્રયાણ માટે આ પવિત્ર ભૂમિને પસંદ કરી હતી. ગોલોક ધામ એ જ પાવન ભૂમી છે. જ્યાં શ્રી કૃષ્ણની ચરણરજ આ દિવ્ય સ્થાન માં સમાયેલ છે. જેથી જ પ્રભાસની ભૂમીને હરિ-હર ભૂમી કહેવાય છે, જ્યા ભગવાન શિવ પ્રથમ જ્યોતિર્લિંગ સ્વરૂપે અવતરીત થયા અને શ્રી કૃષ્ણએ સ્વધામ માટે આ ભૂમિ પરથી પ્રયાણ કર્યું હતું.
ગૌલોક ધામ ભૂમી પર પરિવ્રાજક સ્વામી જ્ઞાનાનંદ સરસ્વતીએ ચાતુર્માસ કરેલ અને આ પાવન ભૂમી ખાતે શ્રીકૃષ્ણના સ્વધામ ગમન દિવસની શાસ્ત્રોક્ત અને જ્યોતિષ દ્રષ્ટીએ કાલગણના કરી હતી. જે પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણ એ ચૈત્ર શુક્લ પ્રતિપદાના પાવન દિવસે બપોરના 2 કલાક 27 મિનિટ એને 30 સેકન્ડના સમયે પૃથ્વીલોકથી સ્વધામ ગમન કર્યું હતું.
ગુજરાતમાં 13 થી 15 એપ્રિલમાં વરસાદની આગાહી, આ જિલ્લાઓ પર છે મોટી ઘાત
ગઈકાલે આ પાવન દિવસે ગૌલોકધામ દિન નીમીત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગોલોકધામ ખાતે નુતન ધ્વજારોહણ કરવામાં આવ્યુ હતું, શ્રીકૃષ્ણને પ્રિય એવી ગૌમાતાનુ પૂજન કરવામાં આવ્યું હતું. તેમજ બપોરના 2 કલાક 27 મીનીટ અને 30 સેકન્ડના સમયે ભગવાન શ્રી કૃષ્ણએ પૃથ્વીલોક પરથી ગોલોકધામની ભૂમિથી સ્વધામ ગમન કરેલ એ જ ક્ષણે શ્રી કૃષ્ણની ચરણપાદુકાનું પુજન કરવામાં આવ્યું હતું. સાથે જ શંખનાદ, બાંસુરીવાદન જયઘોષ કરવામાં આવેલ આ ક્ષણે વાતાવરણ શ્રીકૃષ્ણના હરિ નામ રટણમાં લીન થયું હતું.
આ વિશે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે, ગીતા મંદિર ખાતે સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટીના છાત્રો તેમજ સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારો દ્વારા ગીતાજી પાઠ કરવામાં આવ્યા હતા. યજમાન વેજાણંદભાઇ વાળા પરીવાર દ્વારા વિષ્ણુયાગ યજ્ઞ કરવામાં આવ્યો હતો. સાથે જ સંસ્કારભારતી દ્વારા ગોલોકધામ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ, સાંજે ભગવાન શ્રી કૃષ્ણની પાદુકાજીની મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા . જેમા ટ્રસ્ટ પરિવાર તથા અધિકારીઓ કર્મચારીઓ, ભક્તો સહિત યજ્ઞ યજમાન પરિવાર તેમજ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયા હતા.
પાટીદારોએ કર્યું કાજલ હિન્દુસ્તાનીનું બોયકોટ, હવેથી તેને કાફર પાકિસ્તાનીના નામથી બોલ