મહાશિવરાત્રિ પહેલા જરૂર જાણી લો આ વાત, ભગવાન શિવને બદલે શિવલિંગની પૂજા કેમ કરાય છે?
Mahashviratri 2023 : મહાશિવરાત્રી 18મી ફેબ્રુઆરીએ આવી રહી છે. આવી સ્થિતિમાં આવો જાણીએ આ દિવસે શિવલિંગની પૂજાનું શું મહત્વ છે તે જાણવુ જરૂરી છે, પરંતુ તમને એવો વિચાર આવ્યો હશે કે ભગવાન શિવને બદલે શિવલિંગની પૂજા કેમ થાય છે, તો આ રહ્યું કારણ
Mahashviratri Par Shivling Puja : 18 ફેબ્રુઆરી, બુધવારે મહાશિવરાત્રીનો મહા તહેવાર આવશે. આ દિવસ દરેક ભારતીય માટે મહત્વ ધરાવે છે. આ દિવસે શિવ મંદિરોમાં ભીડ જામે છે. તો લોકો વ્રત રાખે છે. આ દિવસે ખૂબ ભાંગ પીવાય છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાની વિશેષ વિધિ કરવામા આવે છે. ખાસ કરીને શિવલિંગની પૂજાનું ખૂબ મહત્વ છે. મહાશિવરાત્રીના દિવસે શિવલિંગની પૂજા ભગવાન શિવની મૂર્તિ કરતાં વધુ ફળદાયી કેમ માનવામાં આવે છે અને તેની પાછળનું શું મહત્વ છે.
શિવલિંગની પૂજા શા માટે જરૂરી છે?
દંતકથા અનુસાર, ભગવાન શિવ પ્રથમ વખત અગ્નિસ્તંભના રૂપમાં એટલે કે ફાલ્ગુન મહિનાની ચતુર્દશી એટલે કે મહાશિવરાત્રીના દિવસે શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા. શિવલિંગના રૂપમાં જ ભગવાન શિવ ભગવાન વિષ્ણુ અને બ્રહ્મદેવને પ્રગટ થયા. આ જ કારણથી મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની મૂર્તિની પૂજા કરતાં શિવલિંગની પૂજા વધુ મહત્વપૂર્ણ અને ફળદાયી માનવામાં આવે છે.
આ પણ વાંચો :
સ્વામીનારાયણ સંપ્રદાયમાં ચમત્કારીક ઘટના, ગીરમાં ન જોવા મળે તે આફ્રિકામાં જોવા મળ્યું
શિવલિંગની પૂજા કરવાથી શું ફાયદો થાય છે?
અખંડ પુણ્યની પ્રાપ્તિ થાય છે
અરુચિનું તત્વ જાગૃત થાય છે
વ્યક્તિ આધ્યાત્મિકતા તરફ આગળ વધે છે
મનોકામનાઓ પૂર્ણ થાય છે
મનમાં સકારાત્મકતા આવે છે
નકારાત્મકતા અને ભયથી મુક્તિ મળે છે
વ્યક્તિ આધ્યાત્મિક રીતે શુદ્ધ થાય છે
મગજના તરંગો પ્રભાવિત થાય છે અને બુદ્ધિ તેજ થાય છે
દાંમ્પત્ય જીવનમાં મધુરતા આવે છે
અકાળ મૃત્યુ જેવો યોગ નથી બનતો
માતા પાર્વતીની કૃપા પ્રાપ્ત થાય છે
જીવનમાં સમૃદ્ધિ આવે છે
આ પણ વાંચો :
રસ્તા પરથી ખરીદીને પાણીની બોટલ પીઓ છો તો સાવધાન, રિસર્ચમાં થયો છે એવો ખુલાસો કે...
ગાઢ થયેલા રક્તને પાતળુ બનાવશે આ દેશી ચટણી, જિંદગીમાં ક્યારેય હાર્ટએટેક નહિ આવે