સ્વામીનારાયણ સંપ્રદાયમાં ચમત્કારીક ઘટના, ગીરમાં ન જોવા મળે તેવું આફ્રિકામાં જોવા મળ્યું...
Saint With Lion : આફ્રિકાનું ઘનઘોર જંગલ આફ્રિકન સિંહો માટે ફેમસ છે. વિશ્વભરમાંથી લોકો અહીં ફરવા આવે છે. ત્યારે ભુજના સ્વામીનારાયણ સંતો આફ્રિકન સિંહો સાથે વિહરતા જોવા મળ્યાં. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે
Trending Photos
Swaminarayan Viral Video : ભૂજ મંદિરના દેવ સ્વામીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. આ સ્થળ દક્ષિણ આફ્રિકાના સેનેગલ દેશ ફતાલા પાર્ક છે. જ્યાં ભુજ સ્વામીનારાયણ મંદિરના દેવ સ્વામી સહિતના સંતો સિંહ સાથે પગપાળા જતા જોવા મળ્યા. તેમની સાથે કે. કે. હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર અને અન્ય હરિભક્તો પણ નજરે પડે છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, આગળ સિંહની જોડી અને પાછળ હરિભક્તો ચાલી રહ્યા છે.
આ ઘટનાને ભક્તોએ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક ચમત્કારીક ઘટના જેવી ગણાવી. આ વીડિયોને દેવસ્વામીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. હાલ દેવસ્વામીના ઈન્સ્ટાગ્રામ પર 23 હજારથી વધુ ફોલોઅર્સ છે. દેવસ્વામી પોતાના પ્રવચનો અને લાઈફસ્ટાઈલને લગતા અનેક વીડિયો શેર કરતા રહે છે. જે સ્વામીનારાયણ ભક્તોમાં બહુ જ ફેમસ છે.
દેવસ્વામીએ આફ્રિકાના સેનેગલ દેશના ફથાલા પાર્કની મુલાકાત લીધી હતી, જે સિંહો માટે પ્રખ્યાત છે. સિંહો સાથેના વિચરણનો વીડિયો પણ શેર કર્યો છે. દેવસ્વામીએ સિહ અને સિંહણની જોડી સાથે ભ્રમણ કર્યુ હતું. જેમાં સિંહ પણ સંતોના સત્સંગમાં આવી ગયા હોય, તેમ શાંતિથી સંતોની આગળ ચાલતા હતા. હાલ ભૂજ સ્વામીનારાયણ મંદિરના સંતો આફ્રિકાના પ્રવાસે છે. ભૂજના સંતોએ આફ્રિકામાં દરિયા કિનારે માધ પૂર્ણિમાનું સ્નાન કરાવ્યુ હતું, તથા આફ્રિકામાં સ્વામીનારાયણ ધૂન પણ કરાવી હતી.
આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કારણ કે આપણે ત્યાં ગીરના સિંહોની સાથે લટાર પણ ન મારી શકીએ ત્યારે આ ટ્રેન થયેલા સિંહો ખૂબ જ શાંત સ્વભાવે માણસોની વચ્ચે ખુલ્લામાં રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે