Chanakya Niti: આચાર્ય ચાણક્ય તેમની નીતિના કારણે પ્રખ્યાત થયા. તેઓએ અર્થશાસ્ત્ર, નૈતિકતા પર પુસ્તકો લખવાની સાથે વ્યવહારિક જીવનની પણ કેટલીક મહત્વપૂર્ણ વાતો જણાવી છે. તેઓ મહાન દાર્શનિક છે અને તેમની નીતિ આજે પણ સામાન્ય જીવન વિશે ઘણું બધું જણાવે છે. સામાન્ય લોકોના જીવન સંબંધિત કેટલીક મહત્વની વાતો પણ તેમણે ચાણક્ય નીતિમાં જણાવી છે. ખાસ કરીને તેમને પતિ-પત્નીના સંબંધો વિશે પણ લખ્યું છે. આચાર્ય ચાણક્ય અનુસાર પતિના ઘરને પત્નીના કેટલાક ગુણ સ્વર્ગ સમાન બનાવે છે. આચાર્ય ચાણક્યે એવા પુરુષોને ભાગ્યશાળી કહ્યા છે જેમની પત્નીમાં આ પાંચ ગુણ હોય છે. ઘરની સુખ શાંતિથી સમૃદ્ધ બનાવવા માટે મહિલાઓમાં પાંચ ગુણ હોવા જરૂરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


7 ફેબ્રુઆરીના રોજ બુધ કરશે રાશિ પરિવર્તન, આ 5 રાશિના લોકો થશે માલામાલ


વર્ષ 2025 સુધી આ 5 રાશિના લોકોએ રહેવું સાવધાન, શનિદેવના ગોચરની થશે માઠી અસર


સહનશીલ પત્ની
આચાર્ય ચાણક્ય અનુસાર પત્ની સહનશીલ હોવી જોઈએ. જેથી મુશ્કેલ સમયમાં તે ઘરને ધીરજથી જોડી અને સાચવી રાખે. પત્ની સહનશીલતાથી પરિવારમાં શાંતિ બનાવી રાખે છે અને તેનાથી પરિવાર સુખી રહે છે.


સંતોષી મહિલા
આચાર્ય ચાણક્ય અનુસાર સ્ત્રી ક્યારે લાલચી ન હોવી જોઈએ. જે ઘરમાં સ્ત્રી લાલચી હોય છે તે ઘરમાં હંમેશા કલેશ રહે છે. જે ઘરમાં મહિલા સંતોષી હોય ત્યાં હંમેશા ખુશીઓ રહે છે અને તે પરિવારને પણ પ્રેમથી સાચવે છે 


શાંત સ્વભાવની સ્ત્રી
આચાર્ય ચાણક્ય અનુસાર જે પુરુષની પત્ની શાંત સ્વભાવની અને સાફ મનની હોય છે તે પુરુષ ભાગ્યશાળી હોય છે. આવા પુરુષને ભાગ્ય હંમેશા સાથ આપે છે અને સફળતા પણ મળે છે.


આ પણ વાંચો:


આ ખરાબ આદતના કારણે ઘરમાં આવે છે દરિદ્રતા અને અટકે છે પ્રગતિ


મનમાં હંમેશા રહેતો હોય ભય તો કરો કપૂરના આ ચાર અચૂક ઉપાય, ઘરમાં વધશે સુખ-શાંતિ


શિક્ષિત પત્ની
આચાર્ય ચાણક્ય અનુસાર જો એક મહિલા શિક્ષિત હોય તો આવનારી પેઢી પણ શિક્ષિત હોય છે. આવી મહિલા ઘરમાં પરિવારના લોકોને સન્માન કરે છે અને પરિવારની પ્રતિષ્ઠાને પણ વધારે છે. શિક્ષિત મહિલા પોતાના પતિનું માનસનમાં વધારે છે અને તેને પ્રગતિ પણ કરાવે છે.


મૃદુભાષી પત્ની
આચાર્ય ચાણક્ય અનુસાર જે પુરુષની પત્નીની વાણી મધુર હોય છે તે ઘરમાં ક્યારેય કોઈ સમસ્યા આવતી નથી. તેને પરિવારનો સહયોગ હંમેશા પ્રાપ્ત થાય છે. આવી પત્ની પોતાના પતિના ઘરને સ્વર્ગ સમાન બનાવે છે.