Sankatmochan Hanuman: હનુમાનજીને સંકટ મોચન કહેવાય છે. હનુમાન ચાલીસામાં પણ કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ હનુમાનજીને યાદ કરે તેના જીવનના બધા જ કષ્ટ દૂર થઈ જાય છે. હનુમાનજીનું સ્મરણ શ્રદ્ધાથી કરવામાં આવે તો કોઈ પણ કષ્ટથી મુક્તિ મળી શકે છે. જો તમે પણ તમારા જીવનમાં કોઈ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવા માંગો છો તો હનુમાનજીની આરાધના કરી બજરંગ બાણનો પાઠ કરવો જોઈએ. શાસ્ત્રો અનુસાર જ્યારે જીવનમાં કોઈ મોટી સમસ્યા આવી પડે અથવા તો નિષ્ફળતાને સફળતામાં બદલવી હોય ત્યારે બજરંગ બાણનો પાઠ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: પીપળાના ઝાડ નીચે આ સમય વચ્ચે કરો દીવો, મનની ઈચ્છા ગણતરીના દિવસોમાં થશે પુરી


બજરંગ બાણનો પાઠ કરો તે પહેલા એ જાણવું જરૂરી છે કે તમે હનુમાનજીના કયા સ્વરૂપની પૂજા કરો છો. તમારા મનની જે ઈચ્છા હોય તેના આધારે હનુમાનજીના અલગ અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. તમે યોગ્ય સ્વરૂપની સામે બજરંગ બાણનો પાઠ કરી સંકલ્પ કરો છો તો તેનાથી મનની ઈચ્છા ઝડપથી પૂરી થાય છે. તો ચાલો તમને જણાવીએ કયા સંકટને દૂર કરવા માટે હનુમાનજીના કયા સ્વરૂપની પૂજા કરવી જોઈએ.


હનુમાનજીના વિવિધ સ્વરુપ


આ પણ વાંચો: ઘરમાં સુખ-શાંતિ વધારે છે ગુરુવારના આ ઉપાય, બીજા નંબરનો ઉપાય તો બનાવી શકે છે કરોડપતિ


- જો તમે કોઈ રોગથી પીડાઈ રહ્યા હોય અથવા તો ઘરમાં કોઈ બીમાર રહેતું હોય તો બજરંગ બાણનો પાઠ કરો ત્યારે લક્ષ્મણજી માટે સંજીવની લાવતા હનુમાનજીનો ફોટો સામે રાખવો. તેનાથી ઘરમાંથી રોગ દૂર થઈ જશે.


- જો કોર્ટ કેસ ચાલતો હોય તેમાં જીતવું હોય અથવા તો શત્રુથી મુક્ત થવું હોય તો હનુમાનજીની એવી તસવીરની પૂજા કરો જેમાં હનુમાનજી લંકાને જલાવતા હોય.


- લગ્ન સંબંધિત સમસ્યા હોય તો ભગવાન હનુમાનજી પોતાની છાતીમાં સીતારામની તસ્વીર દેખાડે છે તે ફોટાની પૂજા કરવી.


આ પણ વાંચો: દુર્ઘટના બાદ અહીં પૂજાવા લાગ્યા બાળકો, અહીં પાણી ચઢાવવાની માનતા રાખનારને મળે છે પરચા


- જો નોકરી સંબંધિત સમસ્યા હોય અને કારકિર્દીમાં ઉચ્ચ પદ સુધી પહોંચવું હોય તો હનુમાનજીનો વરદ મુદ્રાનો ફોટો મંદિરમાં સ્થાપિત કરવો અને તેની સામે બજરંગ બાણનો પાઠ કરવો. 


- જો ઘરમાં વાસ્તુદોષ હોય તો તેને દૂર કરવા માટે ઘરમાં પંચમુખી હનુમાનજીનો ફોટો સ્થાપિત કરો અને તેની સામે નિયમિત બજરંગબાણ નો પાઠ કરો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)