Astro Tips: પીપળાના ઝાડ નીચે સવારે અને સાંજે આ સમય વચ્ચે કરો દીવો, મનની ઈચ્છા ગણતરીના દિવસોમાં થશે પુરી

Astro Tips: શાસ્ત્રોમાં પીપળા નીચે દીવો કરવાના શુભ સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો આ સમય સાચવી તમે પીપળા નીચે દીવો કરો છો તો તમારા મનની ઈચ્છા તુરંત પુરી થાય છે. 
 

Astro Tips: પીપળાના ઝાડ નીચે સવારે અને સાંજે આ સમય વચ્ચે કરો દીવો, મનની ઈચ્છા ગણતરીના દિવસોમાં થશે પુરી

Astro Tips: હિન્દુ ધર્મમાં ઝાડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ઝાડ અને છોડમાં ભગવાનનો વાસ હોય છે. દરેક ઘરમાં તુલસીનો છોડ રાખવામાં આવે છે અને રોજ તેની પૂજા કરવામાં આવે છે. તુલસીના છોડને સૌથી પવિત્ર માનવામાં આવે છે ત્યાર પછી પીપળાનું ઝાડ આવે છે. શાસ્ત્રો અનુસાર પીપળાના ઝાડમાં ત્રિદેવનો વાસ હોય છે. 

જ્યોતિષશાસ્ત્ર અનુસાર પીપળાને જળ ચઢાવવાથી અને તેની નીચે દીવો કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થઈ શકે છે. તેના માટે દીવો યોગ્ય સમયે કરવો જરૂરી છે. શાસ્ત્રોમાં પીપળા નીચે દીવો કરવાના શુભ સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો આ સમય સાચવી તમે પીપળા નીચે દીવો કરો છો તો તમારા મનની ઈચ્છા તુરંત પુરી થાય છે. 

સવારનો સમય

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે પીપળાના ઝાડની નીચે સવારના સમયે દીવો કરવા માંગો છો તો સવારે સાતથી દસ વાગ્યા સુધીમાં દીવો કરી લેવો જોઈએ. 

સાંજનો સમય

જો તમે તુલસી કે પીપળાની નીચે સાંજના સમયે દીવો કરો છો તો તેના માટેનો શુભ સમય સાંજે પાંચ વાગ્યાથી સાત વાગ્યા વચ્ચેનો છે. આ સમયે દીવો કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. સાંજે સાત વાગ્યા પછી તુલસી પાસે કે પીપળા નીચે દીવો કરવો નહીં. 

અશુભ સમય

જ્યોતિષશાસ્ત્ર અનુસાર પીપળાના ઝાડની નીચે સવારે 10 વાગ્યા પછી અને રાત્રે 9 વાગ્યા પછી દીવો કરવો નહીં. આ સમય પીપળા નીચે દીવો કરવા માટે અશુભ માનવામાં આવે છે. 

યોગ્ય દિવસ

શાસ્ત્રો અનુસાર પીપળાની નીચે તમે રોજ દીવો કરી શકો છો. પરંતુ ગુરૂવાર અને શનિવારે પીપળા નીચે દીવો કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. પીપળાના ઝાડની નીચે હંમેશા સરસવના તેલનો દીવો કરવો જોઈએ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news